Agnipath Scheme Protest: અગ્નિપથ યોજના હેઠળ શરૂ થનારી અગ્નિવીર ભરતીનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. જારી કરાયેલી માહિતી મુજબ, 1 જુલાઈથી, અરજદારો બે કેટેગરીમાં નોંધણી કરી શકશે. ભરતી પ્રક્રિયાનું વાર્ષિક કેલેન્ડર 25 જૂન એટલે કે આજે પ્રકાશિત કરવામાં આવશે. જ્યારે 1 જુલાઈથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જારી કરવામાં આવેલી સૂચના અનુસાર, 2022 બેંચ માટે 9 જુલાઈએ નોટિફિકેશન જારી કરવામાં આવશે.
2022 અગ્નિવીર બેચ માટે 15 થી 30 જુલાઈ સુધી અરજી કરી શકાશે. તે જ સમયે, અગ્નિવીરની પસંદગી માટે પરીક્ષા અને શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ ઓક્ટોબરના મધ્યમાં યોજાશે. તમને જણાવી દઈએ કે નેવીમાં બે પ્રકારના અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. પ્રથમ અગ્નિવીર SSR (અગ્નવીર સીનિયર સેકન્ડરી ભરતી) છે, આ હેઠળ 10+2 પાસ યુવાનોને લેવામાં આવશે. બીજી તરફ, બીજી શ્રેણી MR છે, જે હેઠળ 10 પાસ ઉમેદવારોને અરજી ભરવાની તક મળશે. બીજી તરફ, વિજ્ઞાન પ્રવાહમાંથી માત્ર 12 પાસ ઉમેદવારો જ SSRની પોસ્ટ માટે અરજી કરી શકશે.
અગ્નિપથ યોજના શું છે ?
અગ્નિપથ યોજના એ ભારતીય સશસ્ત્ર દળો સાથે સંકળાયેલી એક યોજના છે જેમાં પસંદ કરાયેલ ઉમેદવારોને ચાર વર્ષના સમયગાળા માટે અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવશે. અહી ઉલ્લેખનિય છે કે, દેશના સંરક્ષણ અને સશસ્ત્ર દળોમાં યુવાનોને જોડવા માટે કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલય દ્વારા 14 જૂન, 2022 ના રોજ અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી.
19 જૂને વાયુસેનાએ નવી યોજના વિશે તમામ ડિટેલ શેર કરી હતી. જે અંગર્ગત યોગ્યતાના માપદંડ, સેલરી પેકેજ, મેડિકલ અને CSD (કેન્ટીન સ્ટોર) સુવિધાઓ, વિકલાંગતા માટે વળતર, વિકલાંગતા મર્યાદાની ગણતરી, રજા અને તાલીમ સહિતની વિવિધ માહિતી આપવામાં આવી હતી.
લેફ્ટિનેંટ જનરલ પોનપ્પાએ કહ્યુ હતું કે 25,000 કર્મચારીઓની પહેલી બેચ ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં તાલીમ કાર્યક્રમ સાથે જોડાશે તથા બીજી બેચ 23 ફેબ્રુઆરીની આસપાસ પોતાની તાલીમમાં સામેલ થશે.