Agra News: ઉત્તરપ્રદેશના આગ્રામાં એરફૉર્સનું એક પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, પ્લેન ક્રેશ થયું અને જમીન પર પડ્યું, જેના પછી તરત જ તેમાં આગ લાગી. માહિતી છે કે, પાયલટે ચાલુ વિમાનમાંથી કુદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ઉત્તરપ્રદેશના આગરા પાસે મિગ-29 ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. પાયલટ અને બે લોકોએ પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ વિમાને પંજાબના આદમપુરથી ઉડાન ભરી હતી અને પ્રેક્ટિસ માટે આગરા જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. સંરક્ષણ અધિકારી અનુસાર, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવશે.
માહિતી મુજબ, આ દૂર્ઘટના આગરાના કાગરૌલના સોનીગા ગામની નજીક ઘટી છે, જ્યાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે. લોકોએ જણાવ્યું કે, એરફોર્સનું પ્લેન ખાલી ખેતરોમાં પડ્યું હતું અને જમીન પર પડતાની સાથે જ પ્લેનમાં આગ લાગી ગઈ અને જોરદાર આગની જ્વાળાઓ ઉઠવા લાગી. વિમાનમાં પાયલટ સહિત બે લોકો સવાર હતા. હાલમાં આ પ્લેન ક્રેશને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
આ પણ વાંચો
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ