Manipur Violence Update: મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. એક તરફ આજે (29 મે) ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યની મુલાકાત લેવાના છે.  જ્યારે રવિવારે (29 મે) રાજ્યના વિવિધ ભાગોમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. આ હિંસામાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.






રાજ્યના ઘણા ભાગોમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી 


ગયા મહિને વંશીય હિંસામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યા ગયા હતા. રવિવાર (28 મે) ના રોજ, મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમને હિંસા દરમિયાન "40 આતંકવાદીઓ" માર્યા ગયા હોવાના અહેવાલો મળ્યા છે. સીએમએ કહ્યું કે, આ આતંકવાદીઓ M-16 અને AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને સ્નાઈપર ગનનો ઉપયોગ નાગરિકો સામે કરી રહ્યા હતા. તેઓ ઘણા ગામડાઓમાં ઘર સળગાવવા માટે આવ્યા હતા. સેના અને અન્ય સુરક્ષા દળોની મદદથી તેમની સામે ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા.


કુકી-મેઇતેઇ સમુદાય સાથે શાંતિ સ્થાપવા મુખ્યમંત્રીએ અપીલ કરી


ગૃહમંત્રી અમિત શાહ આજે મણિપુર પહોંચવાના છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ બંને કુકી જાતિ મીતેઈ સમુદાયને શાંતિ જાળવવા અને સામાન્ય સ્થિતિ લાવવા માટે કામ કરવા અપીલ કરી છે. આ પહેલા આર્મી ચીફ જનરલ મનોજ પાંડે શનિવારે મણિપુર ગયા હતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.






રાજ્યના ઘણા ભાગોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ


રાજ્યમાં ગયા મહિને હિંસા ફાટી નીકળી હતી જ્યારે આદિવાસી જૂથો, મુખ્યત્વે કુકીઓએ, અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સમાવેશ કરવાની મેઇતેઈ સમુદાયની માંગનો વિરોધ કર્યો હતો. આનાથી તેમને આરક્ષણનો લાભ અને જંગલની જમીનમાં પ્રવેશ મળ્યો હોત. હિંસા વધતી અટકાવવા માટે સરકારે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ અને ઈન્ટરનેટ પ્રતિબંધ લાદી દીધો છે.