Ahmedabad Air Pollution: દિવાળીની રાત્રે લોકોને મનભરીને આતિશબાજી કરતા અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચ્યું છે. રાત્રે મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડતા વાતાવરણ ઘૂમાડાથી ભરાઇ ગયું હતું. એર પોલ્યુશન એટલી હદે વધ્યું હતું કે ઘરની અંદર  પણ ધુમાડાભર્યું વાતાવરણ અનુભવાતું હતું. ફટાકડાનો ધૂમાડો એટલી હદ સુધી વધ્યો હતો કે વિઝિબિલિટી પણ ડાઉન થઇ ગઇ હતી. દિવાળીની રાત્રે સતત પુષ્કળ પ્રમાણમાં ફટાકડા ફૂટતાં લોકોને ગળામાં ખરાશ અને આંખોમાં બળતરા થયાની પણ ફરિયાદો જોવા મળી હતી. ભયંકર ધૂમાડાના કારણે અમદાવાદમાં રાત્રે લોકો માસ્ક પહેરીને ફટાકડા ફોડતા જોવા મળ્યાં હતા. દિવાળીમાં દિલ્લીમની જેમ અમદાવાદમાં રણ   એર પોલ્યુશન ગંભીર શ્રેણીમાં પહોંચે છે. જેના કારણે અસ્થમા અને ફેફસા સંબંધી તકલીફમાં વધારો થાય છે.

Continues below advertisement

દિલ્લીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં લોકોએ સોમવારે (20 ઓક્ટોબર) ખૂબ જ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરી. ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી અને ઘરોમાં માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. લોકોએ પ્રકાશના પર્વ નિમિત્તે મંદિરોમાં પ્રાર્થના પણ કરી હતી. શરતોને આધીન, પર્યાવરણને અનુકૂળ લીલા ફટાકડાના ઉપયોગને મંજૂરી આપવાની સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ, આ વર્ષે, રાષ્ટ્રીય રાજધાનીમાં મોટી સંખ્યામાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

Continues below advertisement

દિલ્હીમાં, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જનતાને ફક્ત લીલા ફટાકડાનો ઉપયોગ કરીને શહેરને પ્રદૂષણથી બચાવવા અપીલ કરી હતી. હવાની ગુણવત્તા નબળી હોવાને કારણે, તેમણે લોકોને પરંપરાગત રીતે દીવા પ્રગટાવી, રંગોળી બનાવી અને મીઠાઈઓ વહેંચીને તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો.

AQI  345 થી ઉપર પહોંચ્યો

દિલ્હીની હવાની ગુણવત્તા દિવસ દરમિયાન બગડી હતી અને મંગળવાર અને બુધવારે રાત્રે ફટાકડા ફોડવાને કારણે તે 'ગંભીર' શ્રેણીમાં પહોંચવાની ધારણા છે. સત્તાવાર માહિતી અનુસાર, શહેરનો 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 345નોંધવામાં આવ્યો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. રવિવારે, AQI 326 નોંધવામાં આવ્યો હતો. હવા ગુણવત્તા સૂચકાંક દરરોજ સાંજે 4 વાગ્યે નોંધાય છે.

પ્રદૂષણ ઘટાડવા માટે સતત કામ કરી રહ્યા છીએ"

ભાજપ સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ પ્રદૂષણ અંગે જણાવ્યું હતું કે, "દિલ્હી સરકાર પ્રદૂષણને કાબુમાં લેવા માટે સતત કામ કરી રહી છે. જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતી ત્યારે પણ તેઓએ દિલ્હી સરકારને પ્રદૂષણના મુદ્દા અંગે ચેતવણી આપી હતી. 11 વર્ષમાં, આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીના રસ્તાઓની હાલત ખરાબ કરી છે અને યમુના નદીની સફાઈ માટે ફાળવવામાં આવેલા કરોડો રૂપિયાનો દુરુપયોગ કર્યો છે."                                                                           

યોગેન્દ્ર ચંદોલિયાએ વધુમાં કહ્યું, "પહેલું વર્ષ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ દિલ્હી સરકાર ભવિષ્યમાં પ્રદૂષણને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે યમુનાને સાફ કરવા માટે નક્કર પગલાં લીધાં છે અને મોટા પાયે કામ ચાલી રહ્યું છે