નવી દિલ્હીઃ 60 કલાક સુધી પાકિસ્તાનના કબ્જામાં રહ્યા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ગઈકાલે મોડી રાત્રે વાઘા અટારી બોર્ડર થઈને ભારત પરત ફર્યા. ત્યાર બાદ તેને દિલ્હી લાવવામાં આવ્યા. જ્યાં વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ તેમની સાથે મુલાકાત કરી. ત્યાર બાદ અભિનંદને પરિવારજનો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું બિલકુલ ઠીક છું અને હું ડ્યૂટી જોઈન કરીશ. અભિનંદનનું આજ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. તમને જણાવીએ કે, અભિનંદનના પિતા પણ વાયુસેનામાં રહી ચૂક્યા છે અને તેમની માતા એક ડોક્ટર છે.
અભિનંદન ત્રણ દિવસ સુધી પાકિસ્તાની કેદમાં રહ્યા બાદ પાડોશી દેશ દ્વારા ભારત અને સોંપ્યાના થોડા કલાક બાદ શુક્રવારે દિલ્હી પહોંચ્યા. લોકોના એક ગ્રુપે પાલમ એરપોર્ટ પર તેમનું શાનદાર સ્વાગત કર્યું. વર્ધમાન 27 ફેબ્રુઆરીએ બન્ને દેશોના વિમાનની વચ્ચે હવાઈ સંઘર્ષ થવા પર તેમનું મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા હતા. તે લગભગ ત્રણ દિવસ સુધી પાકિસ્તાનની કેદમાં રહ્યા બાદ સ્વદેશ પરત ફર્યા છે.