શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ-કાશ્મીર: એર ઈન્ડિયાએ યાત્રીઓને આપી મોટી રાહત, શ્રીનગરથી દિલ્હી રૂટના ભાડામાં કર્યો ઘટાડો
જમ્મુ કાશ્મીરમાં અચાનક બદલાયેલી સ્થિતિની વચ્ચે શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. તેની વચ્ચે એર ઈન્ડિયાએ યાત્રીઓને મોટી રાહત આપી છે.
નવી દિલ્હી: અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને પરત ફરવાના સરકારના આદેશ બાદ જમ્મુ કાશ્મીરમાં અચાનક બદલાયેલી સ્થિતિની વચ્ચે શ્રીનગરથી દિલ્હી કે અન્ય સ્થળે જતી ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. તમામ ફ્લાઈટ્સના ભાડા ચાર થી પાંચ ગણા વધી ગયા છે. એર એશિયાનું આજનું ભાડું 22,114 રૂપિયા છે. એવામાં એર ઈન્ડિયાએ યાત્રીઓને મોટી રાહત આપી છે.
એર ઈન્ડિયાએ શ્રીનગરથી દિલ્હીથીની ટિકિટ 6715 રૂપિયા અને દિલ્હીથી શ્રીનગરનું ભાડું 6899 રૂપિયા નક્કી કરી દીધું છે. એર ઇન્ડિયાએ આ ભાડુ તમામ ફ્લાઈટ પર 15 ઓગસ્ટ સુધી ફિક્સ કરી દીધું છે. અબ્દુલ્લાએ કહ્યું કે હવે અન્ય એરલાઈન્સને પણ પોતાનું ભાડું ફિક્સ કરવું જોઈએ.
તણાવ વચ્ચે ત્રણ દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર જશે ગૃહમંત્રી અમિત શાહ LoC પર સૈન્યની મોટી કાર્યવાહી, કેરન સેક્ટરમાં પાકિસ્તાની BATના પાંચથી સાત ઘૂસણખોરોને ઠાર કર્યા એર ઈન્ડિયાના આ નિર્ણયથી યાત્રીઓને મોટી રાહત મળી છે. પરંતુ એક બાજુ એર ઇન્ડિયાએ સામાન્ય માણસને રાહત આપી છે જ્યારે બીજી બાજુ ટિકિટ એજન્ટને મોટો ઝટકો આપ્યો છે. બે દિવસ પહેલા એર ઈન્ડિયાની ટિકિટ 18,587 રૂપિયા સુધી હતી. જે ટિકિટ એજન્ટોએ ખરીદી લીધી હતી અને આજે તે વેચવાનો પ્રયાસ કરશે તો તેને આ કિંમતથી વધારે વેચી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પહેલા મોટી સંખ્યામાં સુરક્ષદળોને મોકલ્યા બાદ શુક્રવારે સરકારે એવી એડવાઈઝરી જાહેર કરી દીધી કે જેનાથી ત્યાંના સ્થાનિક નાગરિકો સહિત પર્યટકો પણ પરેશાન જોવા મળી રહ્યાં છે. લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ છે.#flyAI: #update #airindia further reduces fare at Rs 6715 srinagar to del and at Rs 6899 Delhi to srinagar till 15th aug (date included).
— Air India (@airindiain) August 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion