Air India Flight: દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં ટેક્નિકલ ખામીને કારણે મંગળવારે (6 જૂન) રશિયાના મગદાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જે પછી ગુરુવારે (8 જૂન) સવારે મુંબઈથી નવા વિમાને મગદાનથી મુસાફરોને સાન ફ્રાન્સિસ્કો લઈ જવા માટે ઉડાન ભરી હતી. એરલાઇન્સે પહેલાથી જ માહિતી આપી હતી કે મગદાનમાં ફસાયેલા તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને વિમાન 8 જૂને સાન ફ્રાન્સિસ્કો માટે ઉડાન ભરશે.
Air Indiaની નવી ફ્લાઇટે અમેરિકા માટે ભરી ઉડાન
એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં મંગળવારે ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે રશિયાના મગદાનમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે વિમાનમાં 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર હતા. ઈમરજન્સી લેન્ડિંગ બાદ રશિયાના મગદાનમાં મુસાફરોને ભાષાથી લઈને ભોજન સુધીની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આને ધ્યાનમાં રાખીને મુંબઈથી રવાના થયેલા નવા વિમાનમાં રશિયામાં ફસાયેલા મુસાફરો અને ક્રૂ મેમ્બરો માટે ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પણ મોકલવામાં આવી હતી.
રશિયામાં ફસાયેલા મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો
એનડીટીવીના અહેવાલ મુજબ રશિયાના મગદાનમાં ફસાયેલા મુસાફરોને આ સમયગાળા દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બાળકોથી લઈને વડીલો સુધી, દરેક જણ ભાષા, ખોરાક અને રહેવાની સ્થિતિ વિશે ખૂબ જ ચિંતિત હતા. મુસાફરોમાંના એક ગગને કહ્યું, “મગદાનમાં અમારા માટે પરિસ્થિતિ પડકારજનક હતી. અમારી બેગ પ્લેનમાં હતી અને અમારે અહીં રહેવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોને શાળામાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ફ્લોર પર ગાદલા પર સૂતા હતા. શૌચાલયની પણ સુવિધા ન હતી. અહીંની ભાષાથી લઈને ખાવાનું પણ ઘણું અલગ છે. ખોરાકમાં સીફૂડ અને નોન-વેજ છે. કેટલાક લોકો માત્ર બ્રેડ અને સૂપ પી રહ્યા હતા.