વસિયત પર વિવાદઃ બાલ ઠાકરેના દીકરાએ કહ્યું-ઐશ્વર્ય તેમનો પુત્ર નથી
abpasmita.in | 21 Jul 2016 05:04 AM (IST)
મુંબઇઃ બાલ ઠાકરેની વસિયતને લઇને છેડાયેલો જંગ વધતો જાય છે. તેમના દીકરા જયદેવ ઠાકરેએ બોમ્બે હાઇકોર્ટમાં દાવો કર્યો હતો કે તેમની પૂર્વ પત્ની સ્મિતાનો દીકરો ઐશ્વર્ય ઠાકરે તેમનો દીકરો નથી. બાલ ઠાકરેથી અલગ રહેનારા દીકરા જયદેવ અને તેમના ભાઇ અને શિવસેનાના હાલમા પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંપત્તિને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જયદેવ ઠાકરેએ બાલ ઠાકરેની વસિયતને કોર્ટમાં પડકારી છે. વસિયતમાં જયદેવને સંપત્તિમાં કોઇ હિસ્સો આપવામાં આવ્યો નથી. ઐશ્વર્યનું નામ વસિયતમાં સામેલ છે અને તેને સંપત્તિનો કેટલોક હિસ્સો મળ્યો છે. જયદેવે કોર્ટમાં કહ્યું કે હું ઐશ્વર્યના પિતાને લઇને સ્થિતિ સ્પષ્ટ કરવા માંગતો હતો પરંતુ મને તક મળી નહીં. બાદમાં જસ્ટિસ ગૌતમ પટેલે જયદેવને વધુ બોલતા રોક્યા હતા અને અદાલતની કાર્યવાહી સ્થગિત કરી હતી.