Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણના કદાવર નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) ના નિધનથી દેશભરમાં શોકનો માહોલ છે. બુધવાર, 28 January, 2026 ની સવારે બારામતીમાં થયેલી આ વિમાન દુર્ઘટના (Plane Crash) એ અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકીય ઈતિહાસમાં એક કાળો અધ્યાય ઉમેર્યો છે.

તપાસ એજન્સીઓ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે જ્યારે પાઈલટને રનવે દેખાઈ ગયો હતો અને ગ્રીન સિગ્નલ મળી ગયું હતું, તો છેલ્લી સેકન્ડોમાં એવું તે શું થયું કે વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું? આ દુર્ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે.

ઘટનાક્રમ મુજબ, સવારે અંદાજે 8:18 AM વાગ્યે મુંબઈથી ઉડેલા 'લિયરજેટ 45' (Learjet 45) વિમાનના પાઈલટ્સે બારામતી એરસ્ટ્રીપના કંટ્રોલ રૂમ (ATC) નો સંપર્ક કર્યો હતો.

Continues below advertisement
Continues below advertisement

તે સમયે કંટ્રોલ રૂમે માહિતી આપી હતી કે પવન શાંત છે અને વિઝિબિલિટી (Visibility) લગભગ 3,000 મીટર છે, જે લેન્ડિંગ માટે સામાન્ય ગણી શકાય.

વિમાને રનવે 11 તરફ ઉતરવાનો પહેલો પ્રયાસ કર્યો હતો, પરંતુ હળવા ધુમ્મસને કારણે પાઈલટ્સને રનવે સ્પષ્ટ દેખાયો નહીં. આથી પાઈલટ્સે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેતા સમજદારી દાખવી અને 'ગો-અરાઉન્ડ' (Go-around) કરવાનો નિર્ણય લીધો, એટલે કે વિમાનને લેન્ડ કરાવવાને બદલે ફરી આકાશમાં લઈ ગયા હતા.

થોડીવાર હવામાં ચક્કર લગાવ્યા બાદ પાઈલટ્સે બીજો પ્રયાસ કર્યો. ATC એ સતત પૂછપરછ કરી કે શું રનવે દેખાય છે? શરૂઆતમાં પાઈલટે ના પાડી, પરંતુ થોડી ક્ષણો બાદ કોકપિટમાંથી રાહતના અવાજે સંદેશો આવ્યો: "હા, હવે રનવે દેખાય છે." આ સાંભળીને ATC એ લેન્ડિંગની પરવાનગી આપી હતી.

બધું સામાન્ય લાગતું હતું, પરંતુ સવારે 8:44 AM વાગ્યે અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. એરસ્ટ્રીપ પર હાજર લોકોએ રનવે 11 ની નજીક આકાશમાં આગની જ્વાળાઓ જોઈ. જોતજોતામાં વિમાન રનવેની ડાબી બાજુએ જમીન પર પટકાયું અને એક ભીષણ ધડાકો થયો, જેમાં બધું જ ખતમ થઈ ગયું.

અજિત પવાર હાલમાં ચાલી રહેલી જિલ્લા પરિષદ ચૂંટણી (Election Rally) ના પ્રચાર માટે જઈ રહ્યા હતા, જે તેમની અંતિમ સફર બની ગઈ. આ દુર્ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે, જેમાં અજિત પવાર ઉપરાંત તેમના અંગત સુરક્ષા અધિકારી (PSO), એક સહાયક અને બે પાયલોટ (કેપ્ટન અને ફર્સ્ટ ઓફિસર) સામેલ છે. એક ક્ષણની ચૂકે મહારાષ્ટ્રના રાજકારણને બદલી નાખ્યું છે.