Samajwadi Party News: સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)અને સપા નેતા આઝમ ખાને(Azam Khan) સોમવારે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
તમને જણાવી દઈએ કે 10 માર્ચે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. બીજી તરફ આઝમ ખાન રામપુર ખાસ બેઠક પરથી જીત્યા છે. અખિલેશ યાદવ હાલ આઝમગઢના સાંસદ છે. આ સિવાય આઝમ ખાન રામપુરથી લોકસભા સાંસદ છે.
અખિલેશ યાદવે મંગળવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું. જ્યારે અખિલેશ યાદવ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે સપાના રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવ પણ હાજર હતા.
કરહાલથી અખિલેશ યાદવ જીત્યા
જણાવી દઈએ કે અખિલેશ યાદવે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી અને કરહાલ સીટથી કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા એસપી સિંહ બધેલને 67,504 વોટથી હરાવ્યા હતા.
તે જ સમયે, આઝમ ખાન અલગ-અલગ કેસમાં ધરપકડ બાદ હાલમાં જેલમાં છે. તેઓ જેલમાંથી ચૂંટણી લડ્યા હતા.
આ ચૂંટણીમાં સપાએ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ સાથે મળીને ચૂંટણી લડી હતી. 403 બેઠકોમાંથી સપાને 111, સુભાષપાને 6 અને આરએલડીને 8 બેઠકો મળી છે. વોટ ટકાવારીની વાત કરીએ તો સપાના હિસ્સામાં 32.6 વોટ આવ્યા.
તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં 255 બેઠકો મળી છે. જ્યારે તેના સહયોગી અપના દળને 12 અને નિષાદ પાર્ટીને 6 બેઠકો મળી છે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ 25મી માર્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની હાજરીમાં ઈકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે તેમના મંત્રીમંડળમાં સ્વતંત્રદેવ સિંહ, ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી એ.કે. શર્મા અને અસીમ અરુણને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.