નવી દિલ્લી: યૂપીમાં સમાજવાદી પાર્ટીમાં છલ્લા ધણા સમયથી મૂલાયમ સિંહ યાદવના પરિવારમાં ચાલી રહેલા ધમાસાણની વચ્ચે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાની નજીકના 20 મંત્રીઓ સહિત નરેશ અગ્રવાલ અને કિરણમૉય નંદા સાથે બેઠક કરી હતી.
બેઠકમાં અખિલેશે કહ્યું નેતાજીએ મને ક્યાં પહોંચાડી દિધો છે. આપણે એક નંબર પર ચાલી રહ્યા હતા હવે જુઓ શું હાલ છે. હુ દરરોજ કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે વાત કરુ છું તેઓ ભમ્રની સ્થિતિમાં છે, આનું કારણ અંકલ છે. બેઠક દરમિયાન સૌએ કહ્યું તમે એકલા ચાલો.
અખિલેશ યાદવે 23 ઓક્ટોંબરના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
શિવપાલ યાદવે આજે કહ્યું કે હુ સ્ટેમ્પ પેપર પર લખવા માટે તૈયાર છું કે સપા જીતશે તો સીએમ અખિલેશ યાદવ જ બનશે.
યુપીના સૌથી તાકતવર રાજકિય ઘરમાં ધમાસાણ હવે પૂર્ણ થાય તેમ લાગી રહ્યુ છે. શાહિ ઈમામે દાવો કર્યો છે કે હવે બધું ઠીક છે, જ્યારે બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે આજે ફરિવાર કહ્યું કે ચૂંટણીમાં જીત બાદ સીએમ અખિલેશ યાદવ જ બનશે. વધુમાં તેમણે કહ્યું કે જો મારા પ્રદેશ અધ્યક્ષ હોવા પર કોઈને તકલીફ હોય તો હું આ પદ પણ છોડવા માટે તૈયાર છું.