અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
Akhilesh Yadav on Nitish Kumar: લખનૌમાં એક ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપ્યા બાદ અખિલેશ યાદવે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે નીતિશ કુમાર પ્રધાનમંત્રીના રુપમાં નિવૃત્ત થાય.

Akhilesh Yadav on Nitish Kumar: સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે અમે બધા લોકો સાથે મળીને નીતીશ કુમારને વડાપ્રધાન બનાવવા માંગતા હતા. પરંતુ હવે તેઓ એવા મુખ્યમંત્રી રહ્યા જે રાજ્યસભાના સભ્ય તરીકે નિવૃત્ત થશે. સપા પ્રમુખે કહ્યું કે જે લોકો રાજનીતિને સમજે છે તેમને પહેલા જ દિવસે ખબર હતી કે ભારતીય જનતા પાર્ટી શું પગલું ભરશે. અમે તો ઈચ્છતા હતા કે તેઓ (નીતીશ કુમાર) વડાપ્રધાન તરીકે નિવૃત્ત થાય, પરંતુ હવે તેઓ રાજ્યસભાના સભ્ય બનીને જ નિવૃત્ત થશે.
#WATCH | Lucknow, UP: Samajwadi Party chief Akhilesh Yadav attended an Iftar party in Lucknow. pic.twitter.com/tuuU06wUxB
— ANI (@ANI) March 6, 2026
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પર શું બોલ્યા?
અખિલેશ યાદવે કહ્યું, "અમે યુદ્ધના પક્ષમાં નથી. સમાજવાદી પાર્ટી ક્યારેય યુદ્ધના પક્ષમાં રહી નથી. યુદ્ધ નુકસાન કરે છે, યુદ્ધ જીવ લે છે. યુદ્ધના પરિણામો હંમેશા દુઃખદાયક હોય છે, દુઃખ પહોંચાડે છે. અમે લોકો યુદ્ધના પક્ષમાં નથી."
#WATCH Lucknow, UP: Samajwadi Party chief Akhilesh Yadav says, "This is the identity of our Hindustani culture, that we participate in each other’s festivals. This is the identity of India. Our cultures are intertwined with one another, and such festivals allow us to meet and… https://t.co/KCwkJaYWHl pic.twitter.com/o5N0y4Ypvw
— ANI (@ANI) March 6, 2026
અયાતુલ્લા અલી ખામૈનીના મૃત્યુ અને શોક વ્યક્ત કરવા અંગેના સવાલ પર તેમણે કહ્યું, "જ્યાં ભારત સરકારે પોતાનો પક્ષ રાખવો જોઈએ ત્યાં મજબૂરીમાં વિપક્ષે પોતાનો પક્ષ રાખવો પડી રહ્યો છે. આટલી નબળી સરકાર કદાચ કોઈએ જોઈ નહીં હોય."
ગંગા-જમુની સંસ્કૃતિ હિન્દુસ્તાનની ઓળખ - અખિલેશ યાદવ
લખનઉમાં ઈફ્તાર પાર્ટીમાં સામેલ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ હિન્દુસ્તાનીયતની ઓળખ છે કે આપણે બધા એકબીજાના તહેવારોમાં સામેલ થઈએ છીએ. આપણી સંસ્કૃતિ એકબીજા સાથે ભળેલી છે. આ જ ગંગા-જમુની સંસ્કૃતિ છે. અલગ અલગ જાતિ-ધર્મના આટલા લોકો ક્યાંય સાથે નહીં રહેતા હોય જેટલા આપણા દેશમાં રહે છે. અત્યારે આપણે હોળી મનાવી જેમાં આપણે ગળે મળ્યા. થોડા દિવસોમાં ઈદ મનાવીશું અને ફરી ગળે મળીશું.






















