લખનઉઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને આઝમગઢના લોકસભા સાંસદ અખિલેશ યાદવે ભારત-ચીન સીમા વિવાદ પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે સમાજવાદી પાર્ટી ચીનના મુદ્દા પર સ્પષ્ટ છે કે જે ભૂલ કોંગ્રેસે કરી તે ભૂલને ફરીથી બીજેપીએ ના કરવી જોઇએ.


ઉલ્લેખનીય છે કે કોરોના અને ચીનના મુદ્દા પર અખિલેશ યાદવ પહેલા પણ કેન્દ્ર સરકારને નિશાને લઇ ચૂકી છે.થોડાક દિવસો પહેલા તેને પોતાના ટ્વીટમાં કહ્યું હતુ કે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે, તો વળી ત્યાં ચીન આપણી સૌથી મોટી ચોટીઓ પર સામરિક વ્યૂહ રચી રહ્યું છે. સરકાર બન્ને જ મુદ્દાઓમાં બિન જવાબદરાર અને બેદરકારી રાખી રહ્યું છે, આ બધાની વચ્ચે દેશની અર્થવ્યવસ્થા નીચે પડવાનો રેકોર્ડ બની રહ્યો છે, આ નિંદનીય છે.



વળી, આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીના મુદ્દે રાજ્યસભામાં નિવેદન આપ્યુ, તેમને કહ્યું કે, ચીની ગતિવિધિઓથી પુરેપુરા સજાગ છે, અને તેની કથની અને કરણીમાં અંતર છે. તેમને કહ્યું કે જ્યારે વાતચીત ચાલી રહી હતી ત્યારે ચીને યથાસ્થિતિને બદલવાની કોશિશ કરી, જેને આપણી સેનાએ નિષ્ફળ બનાવી દીધી હતી.



આની સાથે જ તેમને કહ્યું કે અમે મુદ્દાને શાંતિથી હલ કરવા માંગીએ છીએ, અને અમે દેશની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાને લઇને પુરેપુરા પ્રતિબદ્ધ છીએ. તેમને કહ્યું કે, મે એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે અમે મુદ્દાને શાંતિપૂર્ણ રીતે સૉલ્વ કરવા માંગીએ છીએ, અને ચીની પક્ષ આના પર અમારી સાથે કામ કરે, પરંતુ કોઇએ પણ અમારા ભારતની સંપ્રભુતા અને અખંડતા પર અમારી પ્રતિબદ્ધતાને લઇને રતી ભારે સંદેહ ના રાખવો જોઇએ.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ