દુબઈથી અમૃતસર આવેલી ફ્લાઈટમાં શંકાસ્પદ બેગ મળતા ખળભળાટ, સુરક્ષા વધારાઇ
abpasmita.in | 21 Jul 2016 04:58 AM (IST)
અમૃતસર: દુબઈથી અમૃતસર આવેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ગુરુવારે શંકાસ્પદ બેંગ મળ્યા પછી ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઈટમાં શંકાસ્પદ બેંગ મળવાની સૂચનાના પગલે અમૃતસર એરપોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટને શહેરથી બહારના વિસ્તારમાં લાવવામાં આવી છે. જ્યાં શંકાસ્પદ બેંગની તપાસ કામગીરી ચાલુ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.