AMU Controversy: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University) ની બહાર ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) યુનિફોર્મ પહેરેલા કેટલાક વિદ્યાર્થીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ અલ્લાહ હુ અકબરના નારા લગાવતા જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે આ ધાર્મિક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારે યુનિવર્સિટીના વીસી પણ ત્યાં હાજર હતા.


વીડિયો વાયરલ થયા બાદ અલીગઢ પોલીસે યુનિવર્સિટી પ્રશાસનને સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વાયરલ વીડિયોમાં, NCC યુનિફોર્મ પહેરેલા અને તેનો ધ્વજ લઈને આવેલા કેટલાક વિદ્યાર્થીઓ ત્રિરંગા પાસે "અલ્લાહ હુ અકબર" ના નારા લગાવતા જોવા મળે છે. ગુરુવારે ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન AMU કેમ્પસની બહાર આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.


ઘટનાની તપાસ કરવાનો આદેશ


ઘટના બાદ અલીગઢના એસપીએ યુનિવર્સિટી પ્રશાસનને સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. AMU પ્રોક્ટર વસીમ અલીએ દાવો કર્યો છે કે ત્યાં એક છોકરો સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.






પ્રોક્ટરના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી યુનિવર્સિટીના ગેટ પર સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો અને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીની ઓળખ બાદ તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. વસીમ અલીએ એમ પણ કહ્યું કે, 'યુનિવર્સિટીમાં તમામ રાષ્ટ્રીય તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.'


વસીમ અલીએ એમ પણ કહ્યું કે, 'યુનિવર્સિટીમાં તમામ રાષ્ટ્રીય તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.' બીજી તરફ, ફરિયાદના જવાબમાં, અલીગઢ પોલીસે આ મામલે ટ્વિટ કર્યું છે કે AMU પ્રશાસન વતી જરૂરી કાર્યવાહી માટે વાતચીત કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ 


Pathaan Housefull: પઠાણની ધૂમ, 32 વર્ષ પછી કાશ્મીર ખીણના સિનેમા હોલમાં દેખાયા હાઉસફુલના પાટીયા, શાહરૂખ ખાનનો માન્યો આભાર