UP News: જમાઈ સાથે ભાગી ગયેલ સાસુએ કર્યો નવો કાંડ,જાણો હવે કોની સાથે મળી આંખ
UP News: અલીગઢમાં પોતાની દીકરીના મંગેતર રાહુલ સાથે રહેતી અનિતા દેવીએ તેને છોડીને પોતાના પૂર્વ પતિના બનેવી સાથે ભાગી જવાનું નક્કી કર્યું. રાહુલે અનિતા પર ચોરીનો આરોપ લગાવ્યો છે.

UP News: અલીગઢથી ફરી એકવાર સંબંધોને હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. ગયા વર્ષે પોતાની જ દીકરીના થનારા પતિ સાથે ઘર છોડીને ભાગી જનાર અનીતા દેવીએ હવે ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. આ વખતે તેમણે પોતાની દીકરીના મંગેતર રાહુલને છોડીને પોતાના પૂર્વ પતિના બનેવી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે અને બંને ફરાર થઈ ગયા છે. અનીતા દેવી અંદાજે 10 મહિના સુધી રાહુલ સાથે રહી ચુક્યા હતા.
અનીતા દેવી અને રાહુલ બિહારના સીતામઢી જિલ્લાના ઉસરૈના ગામમાં સાથે રહેતા હતા. આ દરમિયાન અનીતા દેવીનો સંપર્ક તેમના પૂર્વ પતિ જિતેન્દ્ર કુમારના જીજા સાથે થયો, જે કપડાનો વેપાર કરે છે. વાતચીત વધી અને ધીરે-ધીરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. ત્યારબાદ અનીતા દેવી રાહુલને છોડીને પૂર્વ પતિના બનેવી સાથે ભાગી ગઈ.
ઘર માંથી 2 લાખ રૂપિયા રોકડા અને દાગીના લઈને અનીતા ફરાર
જાણકારી અનુસાર, રાહુલનો આરોપ છે કે અનીતા દેવી ઘરમાંથી 2 લાખ રૂપિયા રોકડા અને દાગીના પણ લઈ ગઈ છે. આ મામલે રાહુલ અલીગઢ પહોંચ્યો અને દાદોં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસે ઘટનાસ્થળ બિહારનું હોવાનું જણાવીને મામલો પરત મોકલી દીધો. આ આખો કિસ્સો પહેલા પણ ઘણો ચર્ચિત રહ્યો હતો.
વાસ્તવમાં, અલીગઢના નગલા મછરિયા ગામના રહેવાસી જિતેન્દ્ર કુમારે પોતાની દીકરી શિવાનીના લગ્ન રાહુલ સાથે નક્કી કર્યા હતા. લગ્ન 16 એપ્રિલ 2025 ના રોજ થવાના હતા. લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને કંકોતરીઓ વહેંચાઈ રહી હતી. પરંતુ લગ્નના માત્ર 9 દિવસ પહેલા શિવાનીની માતા અનીતા દેવી પોતાના થનારા જમાઈ રાહુલ સાથે ફરાર થઈ ગઈ હતી. આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની હતી.
રાહુલની ફરિયાદ પર તપાસમાં જોડાયેલી પોલીસ
આ ઘટના બાદ પોલીસ બંનેને પકડીને લાવી હતી, પરંતુ અનીતા દેવીએ રાહુલ સાથે જ રહેવાનો નિર્ણય કર્યો હતો. પોલીસે તેમને રાહુલ સાથે મોકલી દીધા હતા. ઘણી પંચાયતો પણ ભરાઈ, પરંતુ બંને અલગ થવા તૈયાર નહોતા. હવે 10 મહિના પછી આ કહાનીમાં નવો વળાંક આવ્યો છે. અનીતા દેવીનું પૂર્વ પતિના બનેવી સાથે ફરાર થવું ફરી એકવાર સંબંધો, વિશ્વાસ અને સામાજિક મૂલ્યો પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યું છે. રાહુલ આ સમગ્ર ઘટનાક્રમથી માનસિક રીતે પરેશાન છે અને પોતે છેતરાયો હોય તેવું અનુભવી રહ્યો છે.























