નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના નવા વેરિએન્ટ ઓમિક્રૉનનુ સંકટ સતત વધી રહ્યું છે. આવામાં આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી પણ યોજાવવાની છે, અને ચૂંટણી રેલીઓ દરમિયાન ભીડ પણ વધતી જાય છે. આને લઇને હવે અલ્હાબાદ હાઇકોર્ટે વડાપ્રધાન મંત્રી મોદી અને ચૂંટણી પંચને ખખડાવ્યા છે. તેમને અનુરોધ કર્યો છે કે, ચૂંટણી રેલીઓ અને સભાઓમા ભીડ ભેગી કરવાનુ બંધ કરો, અને ચૂંટણી બંધ રાખવા પર વિચાર કરવાનુ કહ્યું છે. હાઇકોર્ટે કહ્યું કે, પીએમ અને ચૂંટણી પંચ રાજ્યમાં રેલીઓ અને સભાઓ પર રોક લગાવવામાં માટે કડક પગલા ભરે. 


અલ્હાબાદ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, આપણા દેશના માનનીય વડાપ્રધાન, જેમણે ભારત જેવા વિશાળ વસ્તીવાળા દેશમાં મફત કોરોના રસીકરણ માટે અભિયાન ચલાવ્યું, તે પ્રશંસનીય છે. કોર્ટે કહ્યું હવે કોરોનાની આ ભયંકર મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડક પગલાં લે અને રેલીઓ, સભાઓ અને આગામી ચૂંટણીઓને રોકવા અને મુલતવી રાખવા વિશે વિચારે કારણ કે ‘જાન હૈ તો જ્હાન હૈ.’ હાઇકોર્ટની જસ્ટિસ શેખર યાદવની ડિવિઝન બેંચ જામીનના આદેશ પર સુનાવણી કરી રહી હતી. તે દરમિયાન ખંડપીઠે ચૂંટણી પંચને રાજકીય રેલીઓ રોકવા માટે તાત્કાલિક નિર્દેશ જારી કરવાની પણ અપીલ કરી હતી. 


આ પણ વાંચો......... 


J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર


આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે


UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે


Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?


Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે


Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ


કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો