Amarnath Yatra 2023: સરકારે અમરનાથ યાત્રાનું શેડ્યૂઅલ જાહેર કરી દીધું છે. આ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 62 દિવસ સુધી ચાલશે. યાત્રા માટે રજીસ્ટ્રેશન 17મી એપ્રિલથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જ જમ્મુ-કાશ્મીરને લઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.


પવિત્ર યાત્રાધામ અને નોંધણી માટેની તારીખોની જાહેરાત કરતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે (14 એપ્રિલ) કહ્યું હતું કે વહીવટીતંત્ર સરળ અને પરેશાની વગર તીર્થયાત્રાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. વહીવટીતંત્ર તમામ મુલાકાતી ભક્તો અને સેવા પ્રદાતાઓને સારી આરોગ્ય સંભાળ અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરશે. તીર્થયાત્રાની શરૂઆત પહેલા ટેલિકોમ સેવાઓ કાર્યરત કરવામાં આવશે.



ઉપરાજ્યપાલે કહ્યું કે યાત્રા બંને માર્ગોથી શરૂ થશે- અનંતનાગ જિલ્લામાં પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લામાં બાલતાલ. ઉપરાજ્યપાલે આ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ભક્તો માટે સવાર અને સાંજની આરતી (પ્રાર્થના)નું જીવંત પ્રસારણ પણ કરશે. 


CBI Summons Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને  CBI નું સમન્સ, પૂછપરછ માટે બોલાવાયા


CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) સવારે 11 વાગ્યે બોલાવ્યા છે. નવી લિકર પોલીસી કેસમાં સીબીઆઈ તેમની પૂછપરછ કરવા માંગે છે. CBI અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.


CBIના સમન્સ બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “અત્યાચારનો ચોક્કસ અંત આવશે. સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલના સમન્સને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ.









જણાવી દઈએ કે નવી દારૂ નીતિના મામલામાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે. લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટી સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઘણી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ છે જે દેશને આગળ વધવા દેવા માંગતી નથી. તે નથી ઈચ્છતા કે ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળે. ગરીબનું બાળક ભણે તો દેશ પ્રગતિ કરે, એ લોકો નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે. એવા લોકો કોણ છે જેઓ નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે ? આ તમામ લોકોએ મળીને મનીષ સિસોદિયાને જેલમાં મોકલી દીધા હતા.