કોરોના સંકટની વચ્ચે સારા સમાચાર, થોડા જ સમયમાં વધુ પાંચ રસી લોન્ચ થશે

Advertisement
એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Apr 2021 10:56 AM (IST)

સ્પુતનિક વી રસીને તો આગામી 10 દિવસમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

NEXT PREV

નવી દિલ્હીઃ દેશમાં એક બાજુ સતત કોરોનાનો ખતરો વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોરોના સામેની લડાઈ ચાલી રહી છે ત્યારે સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર આવનારા થોડા સમયમાં દેશમાં વધુ 5 કોરોનાની રસી આવી શકે છે, જેમાંથી એક રસીને તો આગામી 10 દિવસમાં મંજૂરી મળી શકે છે.

Continues below advertisement

ઓક્ટોબર સુધી આશા છે કે દેશમાં સ્પુતનિક વી (sputnik v), જોનસન એન્ડ જોનસન રસી (johnson and johnson vaccine), નોવાવેક્સ રસી (novavax vaccine), ઝાયડસ કેડિલા રસી (zydus cadila vaccine) અને ભારત બાયોટેકની ઇન્ટ્રાનસલ વેક્સીન (intranasal vaccine) આવશે. તેમાં સ્પુતનિક વી રસીને તો આગામી 10 દિવસમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.

સ્પુતનિક વી રસી માટે હૈદ્રાબાદની ડોક્ટર રેડ્ડીઝ લેબ, હેટરો બાયોફાર્મા, ગ્લેન્ડ ફાર્મા, સ્ટેલિસ બાયોફાર્મા અને વિક્રે બાયોટેક જેવી કંપનીઓ સાથે રશિયાની સરકારી રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડે કરાર કર્યા છે. કહેવાય છે કે, સ્પુતનિક વી રસીના દેશમાં 85 કરોડ ડોઝ બનાવવામાં આવશે.

Continues below advertisement

ક્યારે કઈ રસી આવી શકે છે  ?

સરકારી સૂત્રો અનુસાર સ્પુતનિક વી રસી દેશમાં જૂન સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. જ્યારે ઓગસ્ટમાં જોનસન એન્ડ જોનસ અને ઝાયડસ કેડિલા રસી આવી શકે છે. સપ્ટેમ્બર સુધીમાં નોવાવેક્સ અને ઓક્ટોબરમાં ઇન્ટ્રાનેસલ રસી પણ ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. દેશમાં હાલમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે. હાલમાં ક્લિનિકલ અને પ્રી ક્લિનિકલ તબક્કામાં કોરોનાની અંદાજે 20 રસી છે.

ગુજરાતમાં કેટલા લોકોને રસી અપાઈ

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 80,55,986 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,67,733 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 91,23,719 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

 
Published at: 12 Apr 2021 10:55 AM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.