દેશમાં વધતી મોંઘવારીના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. આજે નવામાં દિવસે દેશમાં આઠમી વાર ઈંધણના ભાવમાં વધારો થયો છે. છેલ્લા નવ દિવસમાં 8 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.


રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, પ્રધાનમંત્રી રોજ પેટ્રોલ-ડીઝલ-ગેસની કિંમતો વધારી રહ્યા છે. તેમની દિનચર્યામાં રોજના કેટલાક કામ નક્કી છે જેમા તેમનો ઉદેશ્ય


 


 






 


1. પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધારું
2. લોકોના ખર્ચ પર ચર્ચા કેવી રીતે રોકું
3. યુવાનોને રોજગારના ખોટા સપના કેવી રીતે બતાઉં
4. આજે કઈ સરકારી કંપનીની વેચું
5. ખેડૂતોને વધુ લાચાર કેવી રીતે કરું


આ કિંમતોના વધારા બાદ રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 80 પૈસાના વધાર બાદ 101.01 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે અને ડીઝલના ભાવમાં 80 પૈસાના વધારા બાદ 92.27 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. તો બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલના ભાવ 85 પૈસા વધીને 115.88 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે જ્યારે ડીઝલમાં 75 પૈસાનો વધારો થતા તેના ભાવ 100.10 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયો છે.


કાચા તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે


આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને બ્રેંટ ક્રુડના ભાવ 110 ડોલર પ્રતિ બેરલના ઉપર પહોંચી ગયા છે. આજે કાચા તેલના ભાવ પર નજર કરીએ તો નાયમેક્સ ક્રુડ 1.02 ડોલર એટલે 0.98 ટકાની તેજી બાદ 105.26 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. તો બીજી તરફ બ્રેંટ ક્રૂડ 1.13 ડોલર એટલે કે 1.03 ટકાના ઉછાળા બાદ 111.36 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. ભારત પર પણ કાચા તેલના ભાવમાં થયેલા વધારાની અસર જોવા મળી રહી છે અને સતત તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.