કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયની એક ટિપ્પણી પર કહ્યું કે, તેઓ ક્યારેય કોઈને ધમકાવતા અને ગુસ્સે નથી થતા. પરંતુ જ્યારે કાશ્મીર પર કોઈ સવાલ આવે ત્યારે ગુસ્સે થઈ જાય છે. ગૃહમાં દંડ પ્રક્રિયા વિધેયક - 2022ને ચર્ચા માટે અને વિધેયકને પાસ કરાવા માટે પ્રસ્તુત કરતી વખતે અમિત શાહે કહ્યું કે, સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક મોડલ જેલ મૈન્યુઅલ બનાવી રહી છે. જેને રાજ્યોને પણ મોકલવામાં આવશે.
જ્યારે તૃણમુલ કોંગ્રેસના સાંસદ સૌગત રાયે કહ્યું કે, જે રીતે કોઈ મૈનુઅલનો મુસદ્દો તેમણે જોયો નથી. ત્યારે અમિત શાહે કહ્યું કે, નઈ જોઈ શકો કેમ કે તમે સરકારમાં નથી. સરકાર હજી બનાવી રહી છે. તમે સરકારમાં હોત તો જરુરથી મુસદ્દો જોઈ શક્યા હોત. હું તમને પહેલાં જ આશ્વસ્ત કરવા માટે આ વાત કહી રહ્યો છું.
આ પછી ગૃહમાં તૃણમુલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય બોલ્યા કે, "તમે જ્યારે દાદા (સૌગત રાય)ને કંઈ કહી રહ્યા હોય ત્યારે ધમકાવીને કહેતા હોય એ રીતે બોલો છો."
સુદીપ બંદોપાધ્યાયની આ વાતના જવાબમાં અમિત શાહે હસતાં-હસતાં કહ્યું કે, "ના.. ના.. હું ક્યારેય કોઈને ધમકાવતો નથી.. મારો અવાજ થોડો ઉંચો છે. આ મારી મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ (જન્મજાત ખામી) છે." અમિત શાહે વધુમાં કહ્યું કે, " હું ક્યારેય કોઈને ધમકાવતો નથી અને ક્યારેય ગુસ્સો પણ નથી કરતો. કાશ્મીરનો સવાલ આવે ત્યારે જ ગુસ્સે થઈ જાઉં છું. બાકી નથી થતો." શાહની આ વાત સાંભળીને વિપક્ષના સભ્યો હસી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એકવાર જ્યારે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે કાશ્મીર મુદ્દે એક સવાલના જવાબમાં અમિત શાહે પોતાના સંબોધનમાં ઉંચા અવાજે કાશ્મીર માટે જીવ આપી દેવાની વાત કરી હતી. અમિત શાહનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું હતું.
.