Amit Shah J&K Visit: ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે છે. આજે સાંજે 6 વાગ્યે શાહ પુલવામાના લેતપુરા CRPF કેમ્પની મુલાકાત લેશે અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી  CRPF જવાનો સાથે ભોજન લેશે. આ પહેલા તેમણે શ્રીનગરમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેણે પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર નિશાન સાધ્યું હતું. જાહેર સભા પૂરી થયા બાદ અમિત શાહ મંચ પરથી નીચે પબ્લિકને મળવા આવ્યા હતા અને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.


તેમણે કહ્યું, 'આજે મે સમાચારમાં વાચ્યું કે ફારુક અબ્દુલ્લાએ મને સલાહ આપી કે ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરે. તે જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે, પરંતુ હુ ફારુક સાહેબને કહેવા માંગુ છું કે હું ઘાટીના ભાઈઓ અને બહેનો અને યુવાઓ સાથે વાત કરીશ.'


કલમ 370 હટાવ્યા બાદ લાદવામાં આવેલા પ્રતિબંધો વિશે અમિત શાહે કહ્યું કે, "5 ઓગસ્ટ પછી ઇન્ટરનેટ બંધ ન કરવામાં આવ્યું હોત,  જો કર્ફ્યુ ન લાદવામાં આવ્યો હોત તો યુવાનોઓને ભડકાવીને જે સ્થિતિ પેદા થઈ હોત તેમાં  કોણ મૃત્યુ પામ્યું હોત? કાશ્મીરના યુવાનો મૃત્યું પામ્યા હોત  અમે નહોતા ઈચ્છતા કે  કાશ્મીરના યુવાનો પર કોઈએ ગોળી ચલાવવી પડે.'


અમિત શાહની જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન, તેમણે શ્રીનગરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. અહીં જાહેર સભાને પણ સંબોધી હતી. તેમણે કહ્યું કે ખીણના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે તેમને સારા માર્ગ પર ચાલવાની જરૂર છે, આનાથી જમ્મુ-કાશ્મીરમાં વિકાસની લહેર આવશે. 


5 ઓગસ્ટે ઈન્ટરનેટ બંધ કરવા અંગે અમિત શાહે કહ્યું કે જો ઈન્ટરનેટ બંધ ન થયું હોત તો કેટલાક લોકોએ યુવાનોને ઉશ્કેર્યા હોત અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હોત.