નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ શાંત થવાનુ નામ નથી લઈ રહ્યો. શું આ ભૂકંપ શરદ પવાર અને પ્રફૂલ્લ પટેલની અમદાવાદ-ગાંધીનગર મુલાકાત બાદ આવ્યો છે. આ સમગ્ર મામલે ગૃહ મંત્રી અમિત શાહે એમ કહી ચર્ચાને વેગ આપ્યો કે દરેક વાત સાર્વજનિક ન કરી શકાય. 


આ નિવેદને ફરી એક વખત મહારાષ્ટ્ર સરકારામાં ભૂકંપ લાવી દિધો છે. આ નિવેદન પાછળની સ્ટોરી જણાવીએ છીએ. મહારાષ્ટ્ર એનસીપીના બે મોટા નેતા શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ શુક્રવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. બાદમાં બંને નેતા ગાંધીનગર પહોંચ્યા. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓએ ગાંધીનગરમાં કેટલીક ગુપ્ત મુલાકાત કરી. મુલાકાત એક મોટા બિઝનેસમેન સાથે હતી. 


આ દરમિયાન તેમણે કોની-કોની સાથે મુલાકાત કરી તે  હજુ નથી જાણી શકાયું, પરંતુ આ મુલાકાત બાદ રાજકારણ ત્યારે ગરમાયું જ્યારે જાણકારી સામે આવી કે આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં હતા. એનસીપીના બંને નેતાઓના અમદાવાદ પહોંચ્યાના દોઢ કલાક બાદ ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા, પરંતુ એ નથી નક્કી થઈ રહ્યું કે એનસીપીના આ બંને નેતાઓની મુલાકાત કોની-કોની સાથે થઈ છે. જ્યારે આ પ્રશ્ન ગૃહ મંત્રીને પૂછવામાં આવ્યો તો તેમણે આ મુલાકાતની  ચર્ચાને વેગ આપ્યો હતો.


પરંતુ આ નિવેદન બાદ મુંબઈ અને મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. એનસીપીના નેતાઓએ પત્રકાર પરિષદ યોજી મુલાકાતના રિપોર્ટને ખોટા સમાચાર ગણાવી દિધા છે. 


શનિવારે સવારે બંને નેતા મુંબઈ પરત ફર્યા હતા. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારમાં મુકેશ અંબાણીના ઘરની સામેથી વિસ્ફોટકો મળવા અને સચિન વાઝેથી લઈને પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહએ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ વસૂલવાનો આરોપ લગાવ્યા બાદ આ ગુપ્ત મુલાકાત ખૂબ જ મહત્વની બની જાય છે.


અમદાવાદમાં ગુપ્ત મુલાકાત બાદ મહા અઘાડી સરકારમાં પણ ઝઘડો વધી ગયો છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં અનિલ દેશમુખ પર સચિન વાઝે અને વિવાદોનું ઠિકરુ ફોડવામાં આવી રહ્યું છે અને અમદાવાદમાં ગુપ્ત મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં મહા અઘાડી સરકારમાં ભરોસાનું સંકટ ઉભુ થતું જોવા મળી રહ્યું છે. 


અનિલ દેશમુખ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે સામનામાં લખવામાં આવ્યું કે જયંત પાટિલના ગૃહ મંત્રી બનવાની ના પાડ્યા બાદ શરદ પવારે દેશમુખને ગૃહ મંત્રી બનાવ્યા. મતબલ શિવસેનાએ જાહેર કર્યું કે અનિલ દેશમુખ શિવસેનાની પસંદ નથી, તેમને શરદ પવારે ગૃહ મંત્રી બનાવ્યા છે.


હવે જોવાનું એ રહેશે કે ગુપ્ત મુલાકાતોના સમાચાર વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર પર સંકટ તો નથી આવી રહ્યું ને ?