Khalistani Amritpal News : 18 માર્ચની ઘટના બાદ ખાલિસ્તાની નેતા અમૃતપાલનો વીડિયો પહેલીવાર સામે આવ્યો છે. વીડિયોમાં તેણે શીખ સમુદાયને એક મોટા હેતુ માટે એક થવાનું આહ્વાન કર્યું છે. તેણે કહ્યું કે, જે દિવસે પોલીસ મારી ધરપકડ કરવા આવી તે જ દિવસે હું ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ ઈન્ટરનેટ બંધ હોવાને કારણે મને લોકોની ધરપકડની જાણકારી મળી નથી. તેણે દુષ્પ્રચાર કરતા કહ્યું હતું કે, સરકારે તમામ લોકો, મહિલાઓ અને બાળકો પર પણ અત્યાચાર કર્યો છે અને ઘણા નિર્દોષ લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાદ્યો છે. આથે જ તેણે પોલીસ અને તંત્રને ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે.






સૂત્રોનું માનીએ તો ભાગેડુનો આ વીડિયો બ્રિટનમાંથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો એકથી બે દિવસ જૂનો હોવાનું માનવામાં આવે છે. જે યુટ્યુબ ચેનલ પરથી આ વિડીયો રીલીઝ કરવામાં આવ્યો છે તેના પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર આ વીડિયો ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં શૂટ કરવામાં આવ્યો છે.

પોલીસ અને તંત્રને પડકાર ફેંકતો ફરાર અમૃતપાલ કહી રહ્યો છે કે હવે સમય આવી ગયો છે, લોકોએ સજ્જ થઈ જવું જોઈએ. જો તમે જાગશો નહીં, તો તે ફરી ક્યારેય બનશે નહીં. સાથે જ તે ફરી એકવાર પોલીસને પડકાર ફેંકી રહ્યો છે. ભાગતા ફરતા અમૃતપાલે શેખી મારતા કહ્યું હતું કે,  હું સુરક્ષિત છું, ધરપકડ નથી.

બૈસાખી પર શીખ સંગતને એકત્ર કરવા માટે આહ્વાન

અમૃતપાલ સિંહે વિશ્વભરના તમામ શીખ સંગઠનોને બૈસાખી પર સરબત ખાલસામાં ભાગ લેવાની અપીલ કરી છે. જ્યારે તેમણે શીખ સંગતને વિનંતી કરી કે, જો તેઓ પંજાબને બચાવવા માંગતા હોય તો સરબત ખાલસા અભિયાનમાં જોડાય. સાથે જ તેણે કહ્યું હતું કે, આ મામલે જથેદારે સ્ટેન્ડ લેવું જોઈએ અને તમામ જથેદારો અને ટકસલોએ પણ સરબત ખાલસામાં ભાગ લેવો જોઈએ.

પોલીસને પડકાર ફેંક્યો

અમૃતપાલે વીડિયોમાં કહ્યું હતું કે, તે હજુ પોલીસ કસ્ટડીમાં નથી. જ્યાં સુધી ધરપકડનો સવાલ છે, તે વાહે ગુરુ (ભગવાન)ના હાથમાં છે. હાલની પંજાબ સરકાર તે જ કરી રહી છે જે બિઅંત સિંહની સરકારે કર્યું હતું. હું ધરપકડથી ડરતો નથી અને જો સરકાર ઈચ્છતી હોત તો મારી ઘરેથી ધરપકડ કરી શકી હોત. પણ તેનો ઈરાદો કંઈક જુદો હતો. તેણે વીડિયોમાં કહ્યું હતું કે, વાહેગુરુની કૃપાથી હું બચી ગયો અને પોલીસ મને નુકસાન પહોંચાડી શકી નહીં. પોલીસ અને તંત્રને પડકાર ફેંકતો ફરાર અમૃતપાલ કહી રહ્યો છે કે, હવે સમય આવી ગયો છે, લોકોએ સજ્જ થઈ જવું જોઈએ. જો તમે જાગશો નહીં, તો તે ફરી ક્યારેય બનશે નહીં.

શીખ સંગતે વખાણ કર્યા

અમૃતપાલે વીડિયોમાં કહ્યું હતું કે, મારી ધરપકડના સતત સમાચાર અને મારી સામે કરવામાં આવેલી કાર્યવાહી માટે હું તમામ શીખ સંતોનો આભારી છું. ભાગેડુ અમૃતપાલ વધુમાં કહે છે કે, હું દેશ-વિદેશના તમામ શીખ લોકોને અપીલ કરું છું કે, તેઓ બૈસાખી પર યોજાનાર સરબત ખાલસા કાર્યક્રમમાં ભાગ લે. લાંબા સમયથી, આપણો સમુદાય નાના મુદ્દાઓ પર મોરચો કાઢવામાં વ્યસ્ત છે. જો આપણે પંજાબના પ્રશ્નો હલ કરવા હોય તો આપણે સાથે રહેવું પડશે.