ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી. છેલ્લા 24 કલાકથી પણ વધારે સમયથી આકાશ પાતાળ એક કરી રહેલી પંજાબ પોલીસના હાથ હજી ખાલીના ખાલી જ છે. પંજાબ પોલીસનો 100 જેટલી ગાડીઓનો કાફલો અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો કાર્યવાહીમાં શામેલ હોવા છતાંયે મુઠ્ઠીભર કાર્યકર્તાઓ સાથે ભાગતો ફરતો અમૃતપાલ આખરે આંખો સામેથી ઓઝલ કવી રીતે થઈ ગયો? આ બાબતને લઈને પોલીસ પર પણ આંગળી ચિંધાઈ રહી છે. ત્યારે હવે પંજાબ પોલીસે આ મામલે ખુલાસો આપવો પડી રહ્યો છે.


પંજબ પોલીસે મોટી કાર્યવાહી કરતા ગઈ કાલે શનિવારે અમૃતપાલ સિંહના કેટલાક સહયોગીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અમૃતપાલને પકડવા માટે એક વિશાળ સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ તે કોઈક રીતે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી છે. પંજાબ પોલીસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અમૃતપાલ સિંહના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે કનેક્શન છે.


જાલંધર પોલીસના ડીઆઈજી સ્વપન શર્માએ જણાવ્યું હતું કે, કેવી રીતે અમૃતપાલ સિંહ પોલીસની સામે ભાગી ગયો? તેમણે જણાવ્યું કહ્યું કે, અમને અમૃતપાલ સિંહને પકડવાની સૂચના આપવામાં આવી હતી. પીછો કરતી વખતે તે અમારાથી એક ગલી જ આગળ લિંક રોડ પર આવી ગયો હતો. અમને ઓવરટેક કરતી વખતે તે 5-6 મોટરસાયકલ સવારો સાથે અથડાયો જેમાંથી કેટલાક અમને પીછો કરતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


જાલંધર પોલીસે કહ્યું હતું કે, મહેતપુરમાં અમારી સામે એક કાર ખૂબ જ ઝડપથી હંકારી રહી હતી અને ભાગી ગઈ હતી. અમે બે કાર જપ્ત કરી છે. અમે સાત ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કર્યા છે. પાકિસ્તાન-ISIS સાથે તેના સંબંધો હતા.


જલંધર પોલીસના ડીઆઈજીના જણાવ્યા અનુસાર, અમે અમૃતસર ગ્રામીણ વિસ્તારમાં એફઆઈઆર નોંધી રહ્યા છીએ. અમે 10 લોકોની ધરપકડ કરી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ વાહનો કેવી રીતે ફાઇનાન્સ કરવામાં આવ્યા હતા. કેટલાક ફોન મળી આવ્યા છે, તેની ટેકનિકલ તપાસ ચાલુ છે.


Amritpal Singh : આખા પંજાબને માથે લેનાર અમૃતપાલ સિંહ આખરે છે કોણ?


અમૃતપાલ સિંહ 'વારિસ પંજાબ દે'નો વડો છે. આ સંસ્થાની સ્થાપના પંજાબી અભિનેતા દીપ સિદ્ધુએ 2001માં કરી હતી. અમૃતપાલ સિંહનો જન્મ 1993માં પંજાબના અમૃતસરના ખેડા ગામમાં થયો હતો. અભિનેતા દીપ સિદ્ધુનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારબાદ અમૃતપાલ સિંહ આ સંસ્થાના સર્વેયર બન્યો હતો. અમૃતપાલ સિંહ ઘણીવાર અલગ-અલગ મંચ પરથી પોતાને શીખ સમુદાયના નેતા ગણાવતો આવ્યો છે. અમૃતપાલ સિંહે એઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા છે.