Anand Mahindra : મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાના ટ્વીટ વિના ટ્વિટરની દુનિયા અધૂરી છે.તેમની ટ્વીટ ખૂબ જ રસપ્રદ હોય છે. આ ટ્વિટ્સ ઘણા યુઝર્સને પ્રેરણા પણ આપે છે. 21 જુલાઈના રોજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ એક ફોટો રીટ્વીટ કર્યો, જેની સાથે તેમણે એવું કેપ્શન લખ્યું કે લોકો તેને વાંચીને તેના ફેન બની ગયા! તેમનો દૃષ્ટિકોણ અને વસ્તુઓનું અર્થઘટન શાનદાર છે.


પૃથ્વીની આ તસવીર મંગળ પરથી લેવામાં આવી છે
આ ફોટો પૃથ્વીનો છે જે મંગળ પરથી લેવામાં આવ્યો છે. જો આપણે મંગળ પરથી પૃથ્વી તરફ નજર કરીએ તો પૃથ્વી આવી દેખાશે.તમને જણાવી દઈએ કે, આ મૂળ ફોટો  ક્યુરિયોસિટી નામના ટ્વિટર પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમણે જણાવ્યું છે કે આ ફોટો મંગળ પરથી લેવામાં આવ્યો છે, જે નાનો તારો (સફેદ રંગીન બિંદુ) દેખાય છે  તે પૃથ્વી છે. આને રિટ્વીટ કરતા આનંદ મહિન્દ્રાએ એક અદ્ભુત કેપ્શન લખ્યું, જેને વાંચીને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.






આ તસવીર આનંદ મહિન્દ્રાએ 21 જુલાઈએ ટ્વિટર પર શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું – આ તસવીરમાંથી માત્ર એક જ વસ્તુ શીખવી જોઈએ… તો તે છે માનવતા. 


તેમના આ ટ્વીટને સમાચાર લખ્યા ત્યાં સુધી પાંચ હજારથી વધુ લાઈક્સ અને છસો રીટ્વીટ મળી ચુક્યા છે. તેમજ યુઝર્સ આ અંગે સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ આનંદ મહિન્દ્રા સાથે સહમત છે. 


યુઝર્સની  કૉમેન્ટ્સ 
નવ આનંદ નામના યુઝરે લખ્યું- સર, આ તસવીર કદાચ એ પણ શીખવે છે કે કુદરતમાં બધું જ છે પણ આપણે માત્ર એક બાજુથી જ જોઈ શકીએ છીએ, ફક્ત આપણી બાજુથી, જો સામેથી જોવામાં આવે તો તે મંગળ ગ્રહ પણ એક બિંદુ જ છે. 


અન્ય યુઝરે લખ્યું - આપણે આ બ્રહ્માંડમાં એક નાના બિંદુ સમાન છીએ. 


એક યુઝરે કહ્યું- જીવન જીવવાનો અભિગમ કેવો હોવો જોઈએ, આ તમારી પાસેથી શીખવાનું છે. 


અન્ય એક વ્યક્તિએ કહ્યું - પૃથ્વી એક બિંદુ જેવી છે અને આ બિંદુની અંદર કેટલાક લોકો દરેક ઇંચ જમીન માટે લડી રહ્યા છે. આના કારણે દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવે છે.