Ahmedabad Plane Crash :અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનો કાટમાળ બીજે હોસ્પિટલની છત પરથી કાઢવામાં આવી રહ્યો છે. વિમાનનો પાછળનો ભાગ હજુ પણ હોસ્ટેલની છત પર છે. વિમાનના આ ભાગને દૂર કરતી વખતે, બીજો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ વિમાનના પાછળના ભાગમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. બધા લોકોએ જીવ ગુમાવ્યા છે.
કાટમાળનું નિરીક્ષણ અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી કરી રહી છે. NSG, NDRF, FSL, AAIB, DGCA અને CISF ની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 275 થયો છે. મુસાફરો ઉપરાંત, સ્થાનિક લોકો પણ તેમાં સામેલ છે. કાટમાળ દૂર કરવાનું કામ હજુ પણ સ્થળ પર ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને લગભગ 10 કામદારો કાટમાળ દૂર કરવામાં રોકાયેલા છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે બપોરે લંડનના ગેટવિક જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં 242 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ અકસ્માતમાં બચી શકયો હતો.. અકસ્માતને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ અત્યાર સુધી ઓળખ બાદ ફક્ત છ પીડિતોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
NAL શાલિગ્રામના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર જે. મુરલીધરે જણાવ્યું હતું કે અકસ્માત પાછળ એક સંભવિત કારણ ઇંઘણમાં ભેળસેળ પણ હોઇ શકે છે. પરંતુ આ ફક્ત એક પ્રારંભિક ધારણા છે. મુરલીધરે કહ્યું કે જો ફ્યુલમાં ભેળસેળ હોય, તો બળતણમાં એટલી શક્તિ હોતી નથી કે તેને થ્રસ્ટ મળે. અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે મંત્રી રામ મોહન નાયડુ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આજે વહેલી સવારે ડીજીસીએ અને એનએસજી વિમાન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત કાટમાળ દૂર કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું કારણ શું છે? જાણો શું કહી રહ્યા છે ઉડ્ડયન નિષ્ણાતો
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી ઉડ્ડયન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અકસ્માતોના કારણો શું હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વિમાનમાં ફ્યુલનો પ્રવાહની સમસ્યા ટેક ઓફ દરમિયાન ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે.