ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.


ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.


ઓડિશાના બાલાસોરમાં દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી આ પહેલા શુક્રવારે ઓડિશામાં એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાંથી 187 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.


અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડિશાના બરગઢ જિલ્લાના સમર્ધરા પાસે ACC રેલવે ટ્રેક પર એક માલગાડી ક્રેશ થઈ ગઈ છે. મેદાપલ્લી પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. આ માલગાડી બારગઢ જિલ્લાના ડુંગરી ચૂનાના પથ્થરની ખાણથી બારગઢ તરફ જઈ રહી છે.


કહેવામાં આવી રહ્યું છે કે વ્હીલ ફાટવાને કારણે ટ્રેનના 5 કન્ટેનર પલટી ગયા. આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી. બારગઢમાં ACC સિમેન્ટ ફેક્ટરીમાં લાઈમસ્ટોન લઈ જતી વખતે આ અકસ્માત થયો હતો.


આ પહેલા ઓડિશમાં થયેલ અકસ્માત જોઈને આખો દેશ ભાવુક થઈ ગયો હતો. દુર્ઘટના બાદ જ્યારે ટ્રેકનું સમારકામ પૂર્ણ થયું ત્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પોતાને ભાવુક થતા રોકી શક્યા ન હતા. રેલ્વે મંત્રીએ ટ્રેક ફરી શરૂ કરવાની માહિતી આપવા માટે મીડિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું કે તરત જ તેમનો અવાજ નરમ પડી ગયો અને તેઓ ભાવુક થઈ ગયા. ભારે હૈયે તેમણે ટ્રેન શરૂ થઈ હોવાની માહિતી શેર કરી હતી.


રેલ્વે મંત્રીએ માહિતી આપી








બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારે તેમના તમામ સંસાધનો અહીં લગાવી દીધા. સૌથી પહેલા ઘાયલ અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતારવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સેંકડો લોકોએ દિવસ-રાત મહેનત કરી અને આ ભારે ડબ્બાઓને રેલવે ટ્રેક પરથી હટાવવાનું કામ પૂર્ણ થયું. આ પછી, ક્ષતિગ્રસ્ત રેલ્વે ટ્રેકનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. તેનું પરિણામ એ આવ્યું છે કે હવે ટ્રેન ફરીથી પાટા પર દોડવા લાગી છે.