મુંબઈ:  મહારાષ્ટ્ર ATSએ એન્ટીલિયા કેસમાં જપ્ત કરેલી એસયૂવી કારના માલિક મનસુખ હિરેનના હત્યા મામલે 2 લોકોની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર એટીએસ એ દાવો કર્યો છે કે, મનસુખની હત્યા પાછળ આ બે લોકોનો હાથો હતો. ધરપકડ આરોપીઓમાંથી એક આરોપી પોલીસવાળા અને બીજો બુકી છે. બન્ને આરોપીઓને આજે ત્રણ વાગ્યે થાણેની હોલીડી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 



ઉલ્લેખનીય છે કે, ગઈકાલેજ શનિવારે એન્ટીલિયા કેસમાં જપ્ત થયેલા કારના માલિક મનસુખ હિરેનની મોતની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી(NIA)ને સોંપવામાં આવી છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આદેશ આપ્યો હતો. મનસુખ હિરેન મોત મામલાની તપાસ પહેલા એટીએસ દ્વારા કરવામાં આવી રહી હતી અને તેની દેખરેખ મુખ્ય એડિશનલ મહાનિદેશક જય જીત સિંહ અને ઉપ મહાનિરીક્ષક શિવદીપ લાંડે કરી રહ્યાં હતા. મનસુખ હિરેનની ડેડે બોડી ગાયબ થયાના એક દિવસ બાદ 5 માર્ચે મળી હતી. 


શું છે મામલો 


મુકેશ  અંબાણીના ઘરની બહાર મળી આવેલી વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની શંકાસ્પદ હાલમાં મોત થયું હતું અને તેનો શબ થાણેમાંથી મળી આવ્યો હતો. NIA મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહાર 20 જિલેટિન સ્ટીક ભરેલી અને ધમકી ભર્યો પત્ર સાથે મળી આવેલી એસયૂવીની તપાસ કરી રહી છે. આ ઘટના 25 ફેબ્રુઆરીની છે. 


મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ


આતંકવાદ વિરોધી તપાસ એજન્સીએ 13 માર્ચે મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કરી હતી. તેણે 25 માર્ચ સુધી એનઆઈએની કસ્ટડીમાં મોકલી દીધા  હતા.  બન્ને કેસમાં તાર એકબીજા સાથે જોડાય છે. મહારાષ્ટ્ર પોલીસના સૂત્રોનું કહેવું છે કે, 4 માર્ચની રાત્રે હિરેનના મોબાઈલ લોકેશ બદલાતું રહ્યું હતું. હિરેનના મોબાઈલ ફોનનું  છેલ્લું લોકેશન તુંગેશ્વર નેશનલ પાર્ક હતું. 4 માર્ચની રાતે અંતિંમ લોકેશન વસઈ શહેરનું હતું અન ત્યાર બાદ ફોન બંધ થઈ ગયો હતો. હિરેનનો ફોન હજુ જપ્ત થયો નથી.