આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, તેમાં યુઝરની બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક જાણકારીઓ હોય છે. આધાર કાર્ડનો ઉપયોગ વિવિધ સરકારી અને ખાનગી હેતુઓ માટે થાય છે. લોકો સામાન્ય રીતે UIDAI વેબસાઇટ પરથી તેમનું આધાર કાર્ડ ડાઉનલોડ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે તેને WhatsApp પર પણ ડાઉનલોડ કરી શકો છો?

Continues below advertisement

તમે સરકારના MyGov હેલ્પડેસ્ક ચેટબોટ દ્વારા WhatsApp પર તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આનાથી UIDAI વેબસાઇટની મુલાકાત લેવાની, કેપ્ચા ભરવાની અથવા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર દૂર થાય છે. થોડીવારમાં તમને WhatsApp પર તમારો પાસવર્ડ- પ્રોટેક્ટેડ e-Aadhaar PDF મળી જાય છે. પહેલાં લોકોએ તેમનું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે UIDAI વેબસાઇટ અથવા DigiLocker એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો.

DigiLocker એકાઉન્ટ જરૂરી છે.

Continues below advertisement

આ સુવિધા ત્યારે કામમાં આવશે જ્યારે તમારે તાત્કાલિક તમારું આધાર કાર્ડ બતાવવાની જરૂર હોય, જેમ કે બેન્કની મુલાકાત, સિમ રિચાર્જ, સરકારી કામ અથવા કટોકટી માટે. ધ્યાનમાં રાખો તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ અને તમારી પાસે DigiLocker એકાઉન્ટ (આધાર સાથે લિંક) હોવું આવશ્યક છે. જો તમારી પાસે DigiLocker નથી તો એપ અથવા વેબસાઇટ પર થોડીવારમાં એક એકાઉન્ટ બનાવો.

તમારો મોબાઇલ નંબર, તમારા આધાર સાથે લિંક કરેલ.

એક્ટિવ DigiLocker એકાઉન્ટ.

તમારી પાસે તમારા ફોન પર સત્તાવાર MyGov હેલ્પડેસ્ક WhatsApp નંબર સેવ હોવો આવશ્યક છે: +91-9013151515

ડાઉનલોડ કરવાની સરળ રીત (સ્ટેપ બાય સ્ટેપ):

-તમારા ફોન પર +91-9013151515 નંબર MyGov હેલ્પડેસ્ક તરીકે સેવ કરો.-WhatsApp ખોલો અને આ નંબર પર "Hi" અથવા "Namaste" જેવો સંદેશ મોકલો.-ચેટબોટ ઘણા વિકલ્પો પ્રદર્શિત કરશે; "DigiLocker Services" પસંદ કરો.-તમારા DigiLocker એકાઉન્ટની પુષ્ટી કરો અને તમારો 12-અંકનો આધાર નંબર દાખલ કરો.-તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે; તેને ચકાસવા માટે ચેટમાં દાખલ કરો.-ઉપલબ્ધ દસ્તાવેજોની સૂચિમાંથી આધાર પસંદ કરો.-થોડીવારમાં તમારું આધાર કાર્ડ તમારા WhatsApp ચેટ પર PDF ફોર્મેટમાં દેખાશે. તેને ડાઉનલોડ કરો.-આધાર PDF પાસવર્ડ સુરક્ષિત છે.

એક સમયે ફક્ત એક જ દસ્તાવેજ ડાઉનલોડ કરી શકાય છે. PDF પાસવર્ડ સુરક્ષિત છે (પાસવર્ડ: તમારા નામના પહેલા ચાર અક્ષરો મોટા અક્ષરોમાં + જન્મ વર્ષ, દા.ત. RAHU1990). આ સુવિધા 24×7 ઉપલબ્ધ છે અને સંપૂર્ણપણે મફત છે.