Army Helicopter Crash: રાજસ્થાનમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થઈને પડ્યું ઘર પર, બે લોકોના મોત, પાઇલટનો આબાદ બચાવ

Army Helicopter Crash: રાજસ્થાનના હનુમાનગઢના બહલોલ નગર ગામમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું અને પડ્યું. પાઇલટ અને કો-પાઈલટે સમયસર છલાંગ લગાવી દીધી હતી.

Continues below advertisement

Army Helicopter Crash: રાજસ્થાનના હનુમાનગઢના બહલોલ નગર ગામમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના બની છે. જો કે સદનસીબે પાઇલટ અને કો-પાઈલટનો આબાદ બચાવ થયો છે. સમયસૂચકતા વાપરીને પાઇલટ અને કો- પાઇલટ બંને પેરશૂટની મદદથી કૂદી પડ્યા હતા. જેના લીધે તેઓને નાની મોટી ઇજા પહોંચી છે. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે હેલિકોપ્ટર એક મકાન પર જઈને પડ્યું હતું જેના લીધે એક મહિલા અને એક પુરુષનું મોત થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે એરફોર્સ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

Continues below advertisement

રાજસ્થાનના હનુમાનગઢના બહલોલનગર ગામમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ

ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ (MIG-21 ક્રેશ) સોમવારે (8 મે) સવારે રાજસ્થાનના હનુમાનગઢ પાસે ક્રેશ થયું હતું. વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. પાઇલોટે પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે, હેલિકોપ્ટર એક મકાન સાથે અથડાયું હતું, જેના પરિણામે એક મહિલા અને એક પુરુષનું મોત થયું હતું. હાલમાં વાયુસેના તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

અગાઉ પણ હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના 

જાન્યુઆરીની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના બે ફાઇટર જેટ એક સુખોઇ Su-30 અને મિરાજ 2000 રાજસ્થાનના ભરતપુરમાં તાલીમ દરમિયાન ક્રેશ થયા હતા. આ અકસ્માતમાં એક પાયલટે જીવ ગુમાવ્યો હતો. એક વિમાન મધ્યપ્રદેશના મુરેનામાં ક્રેશ થયું હતું, જ્યારે બીજું રાજસ્થાનના ભરતપુરમાં ક્રેશ થયું હતું . તે જ સમયે ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કોચીમાં એપ્રિલમાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરે ટ્રેનિંગ દરમિયાન ક્રેશ લેન્ડિંગ કર્યું ત્યારે બીજો અકસ્માત થયો હતો.

 

Continues below advertisement
Sponsored Links by Taboola