નવી દિલ્લીઃ ભારત પાકિસ્તાન સાથે આતંકવાદ સાથે જોડાયેલા મુદ્દે વાતચીત કરવા તૈયાર થઇ ગયુ છે. સમાચાર એજેન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર આ પહેલા ભારતે કાશ્મીરમાં થઇ રહેલી હિંસાને લઇને સચિવ સ્તરની વાતચીતમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. પરંતુ હવે તે એના માટે તૈયાર થઇ ગયો છે.
ભારતીય વિદેશ સચિવ એસ. જયશંકર પાકિસ્તાન જઇને વાતચીત શરૂ કરી શકે છે. પાકિસ્તાને ગયા સપ્તાહે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમીશનને એક પત્ર લખીન વાતચીત શરૂ કરવા માટે આમંત્રણ મોકલ્યું હતું. પાકિસ્તાન તરફથી લખવામાં આવ્યું હતું કે, બંને દેશોએ જરૂરી મુદ્દે વાતચીત શરૂ રાખવી જોઇએ.