Arvind Kejriwal: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શુક્રવારે દિલ્હી સહિત દેશભરમાં BJP કાર્યાલયોની બહાર વિરોધ પ્રદર્શન કરશે.






ગોપાલ રાયે ભાજપ પર પ્રહારો કર્યા હતા


સીએમની ધરપકડ પર આક્રોશ વ્યક્ત કરતા AAPના દિલ્હી કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. તે કોઈપણ કિંમતે કેજરીવાલનો અવાજ દબાવવા માંગે છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની હારથી એટલી ડરી ગઈ છે કે તે કોઈપણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવા માંગતી હતી.ભાજપના આ ઈરાદાને પૂર્ણ કરવા માટે EDએ ગુરુવારે કેજરીવાલની ધરપકડ કરી છે.


ભાજપ હેડક્વાર્ટરનો ઘેરાવ કરશે આપ


મોડી રાત્રે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ રાયે કાર્યકર્તાઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના વાહનો, બસ, ઓટો, મેટ્રો અથવા કોઈપણ માધ્યમથી રાઉઝ એવન્યુમાં AAP મુખ્યાલય પહોંચવું જોઈએ. જે બાદ આપણે બીજેપી હેડક્વાર્ટરનો ઘેરાવ કરીશું.


રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું, મીડિયા સહિતની તમામ સંસ્થાઓને કબજે કરવી, પક્ષોને તોડી પાડવા, કંપનીઓ પાસેથી નાણાં પડાવવા, મુખ્ય વિરોધ પક્ષના ખાતા ફ્રીઝ કરવા એ 'રાક્ષસી શક્તિ' માટે પૂરતું નહોતું, હવે ચૂંટાયેલા મુખ્ય પ્રધાનોની ધરપકડ કરવી એ પણ સામાન્ય બાબત બની ગઈ છે. ઈન્ડિયા આનો જડબાતોડ જવાબ આપશે.


પ્રિયંકા ગાંધીએ સરકારને લીધી આડેહાથ


EDની ટીમે ગુરુવારે સાંજે સીએમ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. દારૂ કૌભાંડમાં 2 કલાકની પૂછપરછ બાદ EDએ સીએમ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. આ પહેલા ગુરુવારે સાંજે જ ED પૂછપરછ માટે દસમા સમન્સ સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી. તમને જણાવી દઈએ કે કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નથી. તો હવે આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે.