ગુજરાતમાં AAP ના નેતાઓની ધરપકડને લઈ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન, જાણો શું બોલ્યા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ પર કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષની ભાજપ સરકાર દમન કરી રહી છે. ગુરુવારે આમ આદમી પાર્ટીના બે નેતાઓ, પ્રવીણ રામ અને રાજુ કરપડાની ખેડૂતોના સમર્થનમાં બોલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કોંગ્રેસની દુર્દશાને યાદ કરતા ભાજપને કહ્યું કે 1985માં કોંગ્રેસે ગુજરાતમાં 182 બેઠકોમાંથી 149 બેઠકો જીતી હતી અને કોંગ્રેસમાં ઘમંડ આવ્યું. 1987માં ખેડૂત આંદોલન થયું હતું, જેમાં કોંગ્રેસે દમન કર્યું હતું અને ગુજરાતના લોકોએ આગામી ચૂંટણીમાં 149 બેઠકો ધરાવતી કોંગ્રેસને ઉખાડીને ફેંકી દીધી હતી. ભાજપ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે. ભાજપ હવે ખૂબ જ ઘમંડી બની ગઈ છે. જે રીતે ભાજપે ખેડૂતોને દબાવવાનું શરૂ કર્યું છે, તે જ રીતે ગુજરાતના લોકો આગામી ચૂંટણીમાં તેને ઉખાડીને ફંકી દેશે.
1985 में गुजरात में कांग्रेस की 182 में से 149 सीट आई थीं। कांग्रेस को अहंकार हो गया। 1987 में किसान आंदोलन हुआ। कांग्रेस ने उसका दमन किया और गुजरात के लोगों ने 149 सीट वाली कांग्रेस को अगले चुनाव में उखाड़ फेंका।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 16, 2025
पिछले 30 साल से गुजरात में बीजेपी का शासन है। उन्हें भी अब बहुत… pic.twitter.com/Nsd4IsHLlc
ગુજરાતના ખેડૂતો ખૂબ જ વ્યથિત છે - અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક્સ પર એક વીડિયો શેર કરીને કહ્યું, "ગુજરાતના ખેડૂતો ખૂબ જ વ્યથિત છે અને પોતાના હક્કોની માંગણી માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. 12 ઓક્ટોબરના રોજ, બોટાદ જિલ્લાના હડદડ ગામના ખેડૂતોએ બે મુખ્ય માંગણીઓ ઉઠાવવા માટે મહાપંચાયત બોલાવી હતી.
ભાજપ સરકારે 85 ખેડૂતો સામે FIR દાખલ કરી - કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું, "હવે ખેડૂતો ઇચ્છે છે કે તેમનો પાક બજારમાંથી જ ખરીદવામાં આવે અને વેપારીઓ પોતે જ ઉત્પાદનનું પરિવહન કરે." 12 ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લાના હડદડ ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખેડૂતો બે માંગણીઓ પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. "પરંતુ 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારે નિઃશસ્ત્ર ખેડૂતો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. તે જ દિવસે, 85 ખેડૂતો સામે FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં IPC ની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસનો સમાવેશ થાય છે, અને ઘણાની ધરપકડ કરવામાં આવી હતી."
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, "આમ આદમી પાર્ટી શરૂઆતથી જ ખેડૂતો સાથે ઉભી છે, દરેક પગલા પર તેમના આંદોલનને ટેકો આપે છે. આમ આદમી પાર્ટીના બે નેતાઓ રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ સતત વિરોધ સ્થળ પર હાજર રહ્યા હતા, જેમને ગુરુવારે (16 ઓક્ટોબર) ભાજપની ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી હતી. હું ગુજરાત સરકારને વિનંતી કરવા માંગુ છું કે ખેડૂતોની બધી માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરે અને ગરીબ ખેડૂતો સામે દાખલ કરાયેલા તમામ કેસ પાછા ખેંચે. જો તમે કેસ દાખલ કરવા માંગતા હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ સામે દાખલ કરો અમે ડરતા નથી."





















