CM Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતર પર 'જનતાની અદાલત'ને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે PM મોદી અને કેન્દ્રની NDA સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. અરવિંદ કેજરીવાલે RSS પ્રમુખ મોહન ભાગવતને પણ 5 સવાલો પૂછ્યા. તેમણે પૂછ્યું કે જે રીતે PM મોદી CBI નો ડર બતાવીને સરકારો પાડી રહ્યા છે શું RSS તેની સાથે સહમત છે?
અરવિંદ કેજરીવાલે સંઘ પ્રમુખને પૂછ્યા આ 5 સવાલો
- જે રીતે મોદીજી ED CBI નો ડર બતાવીને સરકારો પાડી રહ્યા છે શું RSS તેની સાથે સંમત છે?
- મોદીજીએ સૌથી ભ્રષ્ટ નેતાઓને BJP માં સામેલ કરાવ્યા. શું RSS મોદીજી સાથે સંમત છે?
- JP નડ્ડાના નિવેદનથી RSS દુઃખી થયું કે નહીં?
- 75 વર્ષનો નિયમ મોદીજી પર લાગુ પડશે કે નહીં?
- BJP RSS ની કૂખમાંથી જન્મી છે. કહેવાય છે કે એ જોવું RSS ની જવાબદારી છે કે BJP પથભ્રષ્ટ ન થાય. શું તમે આજની BJP ના પગલાંઓથી સહમત છો? શું તમે ક્યારેય મોદીજીને આ બધું ન કરવા માટે કહ્યું?
અમે પ્રામાણિકતાથી ચૂંટણી લડીને બતાવ્યું - કેજરીવાલ
AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, અન્ના આંદોલન 4 એપ્રિલ 2011 ના રોજ જંતર મંતરથી શરૂ થયું હતું. ત્યારે સરકારે અમને ચેલેન્જ કરી હતી કે ચૂંટણી લડીને બતાવો, જીતીને બતાવો. અમે પણ ચૂંટણી લડી લીધી. દેશની અંદર સાબિત કરી દીધું કે પ્રામાણિકતાથી ચૂંટણી લડી શકાય છે અને પ્રામાણિકતાથી ચૂંટણી જીતી પણ શકાય છે. અમે સરકાર ચલાવી. વીજળી પાણી મફત કરી દીધું. બસોમાં મહિલાઓનો પ્રવાસ મફત કરી દીધો. સારવાર મફત કરી દીધી. શાનદાર હોસ્પિટલો અને શાળાઓ બનાવી દીધી. આ જોઈને મોદીજી ગભરાઈ ગયા અને અમારા પર ખોટા આરોપો લગાવી દીધા અને જેલમાં મોકલી દીધા.
કેજરીવાલે દિલ્હી દારૂ નીતિ કૌભાંડનો ઉલ્લેખ કરતા કહ્યું, વકીલોએ કહ્યું કે આ કેસ દસ વર્ષ પણ ચાલી શકે છે. હું આ દાગ સાથે નથી જીવી શકતો. એટલે વિચાર્યું કે જનતાની અદાલતમાં જઈશ. જો હું બેઈમાન હોત તો વીજળી મફત કરવાના ત્રણ હજાર કરોડ ખાઈ જાત, મહિલાઓનું ભાડું મફત ન કરત, બાળકો માટે શાળાઓ ન બનાવત. ખરેખર, અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી આ કેસમાં જામીન મળ્યા છે, તે પછી તેમણે CM પદેથી રાજીનામું આપી દીધું.
આ પણ વાંચોઃ
જ્યાં જ્યાં સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ધર્માચાર્યો સામે આવે અને....