Arvind Kejriwal Bail: દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે. કેજરીવાલની જામીન અરજી સામે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટનો આદેશ સુનાવણી સુધી હોલ્ડ પર રહેશે. એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત નહીં થાય. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન વિરુદ્ધ EDની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી. હાઈકોર્ટે કહ્યું કે જ્યાં સુધી અમે કેસની સુનાવણી નહીં કરીએ ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં.
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
gujarati.abplive.com | 21 Jun 2024 11:16 AM (IST)
Arvind Kejriwal Bail: દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મંજૂર કરાયેલી જામીન પર સ્ટે મૂકી દીધો છે.
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર આપ્યો સ્ટે