CM Arvind Kejriwal on ED Summons:  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેણે આરોપ લગાવ્યો છે કે ભાજપ ED દ્વારા લોકોને હેરાન કરાવીને પાર્ટીમાં જોડાવવા માગે છે. તેમણે આરોપ લગાવ્યો કે જે લોકો ભાજપમાં જોડાવાનો ઇનકાર કરે છે તેમને જેલમાં મોકલવામાં આવે છે.




'...તો કાલે જ તેને જામીન મળી જશે'


સીએમ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, "આ ED અને મોદી સરકારનું સત્ય છે. કેવી રીતે EDને પરેશાન કરીને લોકોને ભાજપમાં જોડવામાં આવે છે. EDના દરોડા પડ્યા પછી, તેમને પૂછવામાં આવે છે - તમે ક્યાં જશો - BJP કે જેલ? જે લોકો BJPમાં જવાની ના પાડે છે તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે. જો આજે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ ભાજપમાં જોડાય તો કાલે જ તેમને જામીન મળી જશે.


'જો હું ભાજપમાં જોડાઈશ તો...'


CMએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, એવું નથી કે આ ત્રણેયે કોઈ ગુનો કર્યો છે, તેઓએ માત્ર ભાજપમાં જોડાવાની ના પાડી. જો હું આજે ભાજપમાં જોડાઈશ તો મને EDના સમન્સ મળવાનું પણ બંધ થઈ જશે. પરંતુ ઉપરવાળાને ત્યા દેર છે અંધેર નથી. વડા પ્રધાનજી ઉપર વાળાથી ડરો. બધાનો સમય એક સરખો નથી રહેતો.સમય ખૂબ શક્તિશાળી છે. તમને જણાવી દઈએ કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં EDએ સીએમ કેજરીવાલને અનેક વખત સમન્સ મોકલ્યા છે. સીએમ હજુ સુધી ED સમક્ષ હાજર થયા નથી. સીએમ કેજરીવાલનું કહેવું છે કે EDના સમન્સ ગેરકાયદેસર છે.


સીએમ કેજરીવાલ વિરુદ્ધ ED કોર્ટ પહોંચી


દરમિયાન, ED સમન્સનું પાલન ન કરવા બદલ મુખ્ય પ્રધાન કેજરીવાલ સામે કાર્યવાહીની વિનંતી કરતી કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ દ્વારા સમન્સ નંબર 4 થી 8નું પાલન ન કરવા સાથે સંબંધિત છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) દિવ્યા મલ્હોત્રાની કોર્ટે ગુરુવારે (7 માર્ચ) કેસની સુનાવણી સુનિશ્ચિત કરી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસની તપાસમાં તેમને જારી કરાયેલા પ્રથમ ત્રણ સમન્સ પર હાજર ન થવા બદલ EDએ અગાઉ સ્થાનિક કોર્ટમાં સીએમ કેજરીવાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટે આ મામલાની સુનાવણી 16મી માર્ચના રોજ નક્કી કરી છે.