દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલ આજથી પંજાબના ત્રણ દિવસના પ્રવાસે જઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી ચુંટણી પહેલા પક્ષને મજબૂતી આપવા માટે આજે પાર્ટી પ્રમુખ અમૃતસરની સભામાં પક્ષનો ચુંટણી ઢંઢેરો બહાર પાડશે. જેના લીધે પાર્ટી એક વર્ષ પહેલા જ રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરી શકે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબમાં નશા અને ભ્રષ્ટાચારને સૌથી મોટો મુદ્દો માને છે.
આ સાથે જ અરવિંદ કેજરીવાલે ગુજરાત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર પણ નિશાન સાધ્યું હતું. કેજરીવાલે ટ્વીટર પર કહ્યું હતું કે, આનંદીબેને મારો સૂરતનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. પરંતું ભગવાન શિવે મને બોલાવ્યો છે. કેજરીવાલ 9 જુલાઇએ ગુજરાતમાં સોમનાથ જશે, આ કાર્યક્રમ યથાવત છે.