Cruise Drug Case: ડ્રગ્સ કેસમાં ધરપકડ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને મોટો ઝટકો લાગ્યો છે, આજે પણ જામીન નથી મળ્યા. આર્યન ખાન છેલ્લા 13 દિવસથી મુંબઇની આર્થર રૉડ જેલમાં બંધ છે. ગત સુનાવણી દરમિયાન કોર્ટે ફેંસલો સુરક્ષિત રાખી લીધો હતો. આજે જ્યારે ફેંસલો આવ્યો તો આર્યન ખાન અને તેના સાથે જ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાને મોટો ઝટકો લાગ્યો છે. 


હાઇકોર્ટ જશે આર્યન ખાનના વકીલ- 
આ મામલામાં હવે આર્યનના વકીલની પાસે હાઇકોર્ટ જવાનો ઓપ્શન પણ છે. કોર્ટના ફેંસલા બાદ આર્યન ખાનના વકીલોએ કહ્યું કે, અમે લોકો હવે જામીન માટે હાઇકોર્ટ જવા માટે તૈયાર છીએ. તેમને કહ્યું કે, જો આજે નહીં જઇ શકીએ તો કાલે જઇશું. વકીલે કહ્યું કે આશા છે કે હાઇકોર્ટમાંથી ફેંસલો મળશે, પહેલા પણ આ રીતના કેસોમાં હાઇકોર્ટે જામીન આપ્યા છે. 


ધરપકડથી લઇને અત્યાર સુધી 17 દિવસ થયા- 
2 ઓક્ટોબરની રાત્રે 'કોર્ડેલિયા ધ ઇમ્પ્રેસ' નામના ક્રૂઝમાંથી NCBએ આર્યન ખાનની ધરપકડ કરી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી 17 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ આર્યન ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર નથી આવી શક્યો. શાહરૂખનો પરિવાર પણ ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે, NCBને આર્યન ખાનની પાસેથી ડ્રગ્સ ન હતુ મળ્યુ. પરંતુ NCBએ કોર્ટમાં દાવો  કર્યો છે કે આર્યન કેટલાય વર્ષોથી ડ્રગ્સ લઇ રહ્યો છે. 


NCBએ આર્યન ખાનની કાઉન્સેલિંગ કરી તો આર્યને શું કર્યો ખુલાસો, જેલમાંથી બહાર નીકળ્યા પછી શું કરશે-
આર્યન ખાનની કાઉન્સેલિંગ -
પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર, એનસીબી (NCB)ના ઝૉનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)એ આર્યન ખાનની કાઉન્સેલિંગ કરી. આ કાઉન્સેલિંગ દરમિયાન આર્યને તેમને વાયદો કર્યો કે તે જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગરીબો અને કમજોર લોકોની મદદ કરશે. આ ઉપરાંત આર્યને સમીર વાનખેડેને પણ એ કહ્યું કે તે એક દિવસ એવુ જરૂર કંઇક કરી બતાવશે જેનાથી તેના પર ગર્વ થશે. ઉલ્લેખનીય છે કે, મુંબઇ સેશન્સ કોર્ટમાં ગુરુવારે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલાની સુનાવણી થઇ હતી.


Drugs Case: જેલમાં બંધ આર્યન ખાનને આવી પિતાની યાદ, વીડિયો કોલ પર કરી શાહરૂખ અને મા ગૌરી સાથે વાત
ક્રૂઝ ડ્રગ્સ કેસ: ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાને મુંબઈની આર્થર રોડ જેલની અંદરથી વીડિયો કોલ દ્વારા શાહરૂખ ખાન અને ગોરી ખાન સાથે વાતચીત કરી હતી. જેલમાં કુલ 3200 કેદીઓ છે અને કોરોનાના નિયમો અનુસાર તેને જેલમાં આવવા અને મળવાની મંજૂરી નથી. આ કારણે, જેલ પ્રશાસન કેદીઓને વીડિયો કોલનો વિકલ્પ આપે છે, જેથી તેઓ તેમના પરિજન સાથે વાત કરી શકે.