નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાવાની ના પાડી હતી. ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષો સાથે કામ કર્યા બાદ પ્રશાંત કિશોરને પણ પોતાની પાર્ટી બનાવવાનો ચસકો લાગ્યો હોવાનું તેમના ટ્વિટ પર લાગી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, જનતા વચ્ચે જવાનો સમય આવી ગયો છે. જેની શરૂઆત બિહારથી થશે.


પીકે ક્યારે લોન્ચ કરશે પાર્ટી ?


પ્રશાંત કિશોરે પાર્ટી ક્યારે લોન્ચ કરશે તોનો ખુલાસો નથી કર્યો. પરંતુ ટૂંક સમયમાં દેશમાં નવી પાર્ટી લોન્ચ કરશે તેમ લાગી રહ્યું છે. હાલ તેઓ પટનામાં છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ અહીંથી જ રણનીતિ તૈયાર કરી રહ્યા છે.




કેવી હશે પીકેની પાર્ટી?


સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રશાંત કિશોરની પાર્ટી આધુનિક અને ડિજિટલ હશે. જનસંપર્ક કરવા માટે નવી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પાર્ટીનું નામ શું હશે તેને લઈ હજુ સુધી કોઈ નામ નક્કી થયું નથી. પરંતુ એક-બે વર્ષમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી લોન્ચ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.




પ્રશાંત કિશોરનો જન્મ 1977માં બિહારના બકસર જિલ્લામાં થયો હતો. તેમના માતા બલિયા જિલ્લાના છે અને પિતા બિહાર સરકારમાં ડોક્ટર છે. તેમની પત્નીનું નામ જાહ્નવી દાસ છે, જે આસામના ગુવાહાટીમાં હોક્ટર છે. પ્રશાંત કિશોર અને જાહ્નવીને એક પુત્ર છે. 2014માં મોદી સરકારને સત્તામાં લાવવાના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમની ગણના શ્રેષ્ઠ ચૂંટણી રણનીતિકાર તરીકે થાય છે. હંમેશા પડદા પાછળ રહીને ચૂંટણી રણનીતિને અંજામ આપે છે.


34 વર્ષની વયે આફ્રિકામાં યુએનની નોકરી છોડીને 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાથે જોડાયા હતા. પીકેને મોદીના ચાય પે ચર્યા, 3ડી રેલી, રન ફોર યુનિટી જેવા અભિયાનનો શ્રેય આપવામાં આવે છે. તેઓ ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી નામનું સંગઠન ચલાવે છે. જે લીડસશિપ, રાજનીતિ, મેસેજ કેમ્પેન અને ભાષણોનું બ્રાંડિંગ કરે છે.