ઉમેશ પાલ મર્ડર કેસમાં મુખ્ય ભૂમિકા અદા કરનારા અતિક અહેમદના પુત્ર અસદ અહેમદ અને શૂટર ગુલામનું ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. પરંતુ હવે આ મામલે એક પછી એક સનસની ખુલાસા થઈ રહ્યાં છે. જાણવા મળ્યા અનુંસાર અતિકના પુત્ર અસદ અને શૂટરને સુરક્ષિત રાખવા એ માફિયા ડોનમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ માટે એક પડકાર બની ગયો હતો. તેમને બચાવવા અને આશરો આપવા માટે આંતરરાષ્ટ્રીય માફિયા ડોન અને એક દિલ્હીના એક રાજનેતાએ ભરપુર મદદ કરી હોવાનું સામે આવ્યું છે. તો અતિકે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIનું કનેક્શન પણ કબુલ્યું છે.

અસદને માફિયા ડોન અબુ સાલેમના નજીકના લોકોએ આશરો આપ્યો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત અતીકે અસદને આશરો આપવા માટે દિલ્હીના એક મોટા રાજનેતાની પણ મદદ લીધી હતી તેવુ પણ સામે આવી રહ્યું છે. અબુ સાલેમના માણસોએ અસદ માટે પુણેમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. માયાવતી સરકાર દરમિયાન જ્યારે પોલીસે અતીક પર શિકંજો કસ્યો ત્યારે તેને મુંબઈમાં અબુ સાલેમના ગુરગાઓએ જ આશ્રય આપ્યો હતો. તેવી જ રીતે દિલ્હીના એક રાજનેતાએ પણ અસદને આશ્રય આપવાનું કામ કર્યું હતું.

ઉમેશ પાલ હત્યા કેસને અંજામ આપ્યા બાદ શૂટર ગુડ્ડુ મુસ્લિમ 26 ફેબ્રુઆરીએ ઝાંસી આવ્યો હતો અને જ્યાં અસદની હત્યા કરવામાં આવી હતી ત્યાં ત્રણ દિવસ સુધી છુપાયો હતો. અસદના એન્કાઉન્ટર બાદ પોલીસે સવારે 4 વાગ્યા સુધી પ્રયાગરાજમાં અતીક અને અશરફની પૂછપરછ કરી હતી. ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં બંનેને સામસામે બેસાડીને આ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં માફિયા ભાઈઓ માત્ર હા, હા જ જવાબ આપતા રહ્યા. માફિયા ભાઈઓ અતીક અને અશરફ પોલીસના 200 પ્રશ્નો સામે અસ્વસ્થ અને ગુસ્સે દેખાતા હતા. અતીક અહેમદ પૂછપરછ કરનારાઓના દરેક સવાલનો જવાબ આપવાથી દૂર રહ્યો હતો.

અતીકે ISI કનેક્શનની કરી કબૂલાત

પૂછપરછ દરમિયાન અતીકે કબૂલાત કરી હતી કે, તેના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધો હતા. અતીક અહેમદે એ પણ જણાવ્યું હતું કે, તેની પાસે હથિયારોની કોઈ કમી નથી. પોલીસના સવાલોથી ગુસ્સે ભરાયેલા અતીકે કહ્યું હતું કે, ડ્રોનની મદદથી પંજાબ બોર્ડર પર પાકિસ્તાન તરફથી હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાંથી તેની આંતર-રાજ્ય ગેંગ સાથે સંકળાયેલા સ્થાનિક સભ્યો હથિયારો એકત્ર કરીને તેની પાસે મોકલી આપતા હતા. પાકિસ્તાનથી આવેલા આ કન્સાઈનમેન્ટમાંથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને હથિયાર પણ મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે પોલીસ ઉમેશ પાલની હત્યામાં વપરાયેલા હથિયારો રિકવર કરી શકે છે.

અતીકે ઘણા મદદગારોના નામ લીધા હતા

રાત્રે 10.30 કલાકે અતીક અને અશરફને નૈની સેન્ટ્રલ જેલમાંથી પોલીસ રિમાન્ડ પર ધુમનગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બંનેને કોર્ટમાંથી ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર લાવવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન તેમના વકીલો હાજર હતા. ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં અતીક, અશરફ, અતીકની પત્ની શાઇસ્તા અને અસદ સહિત 9 વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સૂત્રોને ટાંકીને સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, અતીકે કહ્યું હતું કે, તેને દિલ્હીના એક મોટા રાજનેતાની મદદ મળી રહી છે. અતીકે તેના ઘણા મદદગારોના નામ પણ આપ્યા છે. જોકે, હવે ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પૂછપરછનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે.

પુત્ર અસદના મોત પર અતીક અહેમદ આખી રાત રડતો રહ્યો

પહેલા રાઉન્ડમાં અતીક અને અશરફની લગભગ સાડા સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બંનેને પ્રયાગરાજના ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે. બપોરે 1:00 વાગ્યાની આસપાસ પૂછપરછ શરૂ થઈ હતી. સવારે 8.30 વાગ્યે પ્રથમ રાઉન્ડની પૂછપરછ પૂરી થઈ હતો. થોડો આરામ કર્યા બાદ હવે બીજી ટીમ પૂછપરછ કરશે. બંને માફિયા ભાઈઓની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર માફિયા અતીક અહેમદ પુત્ર અસદના એન્કાઉન્ટરને લઈને આખી રાત રડતો રહ્યો. અતીકે પૂછપરછ કરતી પોલીસ ટીમને ઘણી વખત કહ્યું હતું કે,અ મારું બધું માટીમાં ભળી ગયું છે. હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છું. પૂછપરછ દરમિયાન અતીકે અનેકવાર કહ્યું હતું કે, તેની તબિયત બગડી રહી છે. અતીકે ઘણી વાર માંગ્યા પછી પાણી પીધું હતું. આતિકે પોલીસ ટીમને ઘણી વખત પૂછ્યું કે, શું હું મારા પુત્રના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકીશ? આજે પોલીસ ટીમ અતીક અને અશરફને લઈને ઘણી જગ્યાએ દરોડા પાડી શકે છે. અતીક અને અશરફના કહેવા પર હથિયારો મળી શકે છે