દેશમં એક બાજુ કોરોનાના કેસ રેકોર્ડ સપાટીએ આવી રહ્યા છે તો આસામના સ્વાસ્થષ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે, રાજ્યમાં હાલમાં કોરોનાનો કોઈ કેસ નથી માટે લોકોએ માસ્ક પહેરવાની જરૂરત નથી. વધતા કોરોના કેસની વચ્ચે બેમંત બિસ્વા સરમાનું આ નિવેદન ચોક્કસ વિવાદાસ્પદ છે અને લોકોને બેદરકાર રહેવા માટે પ્રેરિત કરશે જે સ્થિતિ વધારે ખરાબ કરી શકે છે.
માસ્ક પહેરશે તો બ્યૂટી પાર્લર કેવી રીતે ચાલશે
એક ઈન્ટર્વ્યૂમાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે લોકો માસ્ક પહેરીને કોરોના અંગેનો ડર વધારી રહ્યા છે. જ્યારે આસામમાં માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં માસ્ક પહેરવાની જરૂર હશે ત્યારે તે લોકોને કહી દેશે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, આપણે અર્થતંત્રને પણ સજીવન કરવાનું છે. લોકો માસ્ક પહેરશે તો બ્યુટી પાર્લર કેવી રીતે જશે? બ્યુટી પાર્લર ચલાવવું પણ જરૂરી છે. મેં લોકોને કહી રાખ્યું છે કે આ વચગાળાની રહાત છે. જે દિવસે મને લાગશે કે કોરોના છે, તે દિવસે બધાએ માસ્ક પહેરવા પડશે.
ઉત્સાહ સાથે મનાવીશું બિહૂ
જ્યારે સરમાના આ નિવેદનની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે. ત્યાર બાદ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, જે લોકો માસ્ક પર મારા નિવેદનની મજાક ઉડાવી રહ્યા છે તેમણે આસામ આવવું જોઈએ અને જોવું જોઈએ કે અમે અમારી અર્થવ્યવસ્થાને સુધારવાની સાથે સાથે દિલ્હી, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યની તુલનામાં કોરોનાને કેવી રીતે નિયંત્રિત કર્યો છે. સરમાએ ટ્વીટ કરીને કહ્યું કે, “અમે ઉત્સાહ સાથે બિહૂ (14 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે આસમીઓનું નવું વર્ષ) મનાવીશું.” નોંધનીય છે કે, સરમા રાજ્યભરમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે અને નિયમિત રીતે માસ્ક વગરના સમર્થકોને જ મળી રહ્યા છે.
નોંધનીય છે કે, રવિવારે આસામમાં 69 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.