Assam : આસામ પોલીસે ફરી એકવાર ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mewani)ની ધરપકડ (Jignesh Mevani Re Arrested) કરી છે. આસામની બારપેટા પોલીસે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમના ટ્વિટ સંબંધિત કેસમાં જામીન મળ્યા બાદ જ અન્ય કેસમાં ફરીથી ધરપકડ (Jignesh Mevani Arrested) કરી છે. જીગ્નેશ મેવાણીના વકીલ અંગશુમન બોરાએ મીડિયાને આ માહિતી આપી છે. ધારાસભ્ય જીગ્નેશની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે જામીન મળ્યા બાદ તરત જ તેની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ફરીવાર ધરપકડ (Jignesh Mevani Re Arrested)  બાદ મેવાણીને કોકરાઝાર જિલ્લામાંથી બારપેટા લઈ જવામાં આવી રહ્યા છે.


પીએમ મોદી પર ટ્વીટના કેસમાં જામીન મળ્યાં 
આસામના કોકરાઝારમાં એક કોર્ટે સોમવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (Jignesh Mewani)ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના તેમના ટ્વિટ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા. કોકરાઝાર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવના કાકોટીએ તેને ઘણી શરતો સાથે જામીન આપ્યા છે. સુનાવણી પછી, મેવાણીને કોકરાઝાર જેલમાં પાછા લઈ જવામાં આવ્યા અને તેમના વકીલોએ કહ્યું કે જામીનની  બોન્ડ સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. પરંતુ હવે અન્ય કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.


અગાઉ જીગ્નેશ મેવાણીની 19મી એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ મેવાણીની 19 એપ્રિલે ગુજરાતના પાલનપુર શહેરમાંથી ધરપકડ (Jignesh Mevani Arrested) કરવામાં આવી હતી. કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં તેના એક ટ્વીટ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં તેણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોડસેને ભગવાન માને છે. ધારાસભ્યને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કોકરાઝાર લાવવામાં આવ્યા હતા અને એપ્રિલના રોજ કોકરાઝારના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ધરપકડ (Jignesh Mevani Arrested) કરવામાં આવી હતી. અને તેમને 21 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતા.