છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા 276 કોવિડ-19 કેસ નોંધાયા છે, જેનાથી એક્ટિવ કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,302 થઈ ગઈ છે, જેમાં કેરળમાં સૌથી વધુ 1,373 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 510, ગુજરાતમાં 461 અને પશ્ચિમ બંગાળમાં 432 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14 મોત

રાષ્ટ્રીય રાજધાનીમાં ઓછામાં ઓછા 457 કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 44 કોવિડ-સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14 મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા સાત મૃત્યુ નોંધાયા છે, જેમાંથી ચાર મહારાષ્ટ્રમાં છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત અને દિલ્હીમાં પણ કોવિડ-સંબંધિત એક-એક મૃત્યુ નોંધાયુ છે.

કેન્દ્રએ રાજ્યોને તૈયાર રહેવા જણાવ્યું છે

આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. બુધવારે સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS) ડૉ. સુનિતા શર્માની અધ્યક્ષતામાં 2 અને 3 જૂનના રોજ ટેકનિકલ સમીક્ષા બેઠકો યોજાઈ હતી.

આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇમરજન્સી મેનેજમેન્ટ રિસ્પોન્સ (EMR) સેલ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અને દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોના પ્રતિનિધિઓ અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ બેઠક કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે યોજાઈ હતી. ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ રાજ્ય અને જિલ્લા સર્વેલન્સ એકમો ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર શ્વસન બિમારીનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે.

ચીન પોતાની ગતિવિધિઓ બંધ કરી રહ્યું નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયા બાદ ચીન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોવિડ 19 વાયરસ ચીની લેબમાંથી ઉદ્ભવ્યો છે. હવે ચીન એક નવું ષડયંત્ર રચી રહ્યું છે. અમેરિકામાં બે ચીની નાગરિકોની એક ફૂગ સાથે ધરપકડ કરવામાં આવી છે જે વિનાશ મચાવી શકે છે. અહેવાલો અનુસાર, આ ફૂગ ખેતીને નુકસાન પહોંચાડે છે અને પછી માનવ શરીરમાં પહોંચે છે.

'વોશિંગ્ટન પોસ્ટ'ના એક અહેવાલ મુજબ, જિયાન યુનકિંગ અને લિયુ જુન્યોંગને અમેરિકામાં ખતરનાક ફૂગ સાથે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર વિઝા છેતરપિંડીનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. તેમની પાસેથી મળેલી ફૂગ ખેતીને નુકસાન પહોંચાડે છે. તેને જૈવિક હથિયાર તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે ચીન પર કૃષિ આતંકવાદ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.