નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પાંચ વાગ્યે પાંચ મીનીટે અંતિમ શ્વાસ લીધા હતા. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 93 વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બીજેપીના વરિષ્ઠ નેતા હતા. તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે તેમની તબિયત અત્યંત નાજૂક થતા તેમના લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.
અટલજીના નિઘન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. કાલે દિલ્હીમાં યમૂના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજઘાટ પાછળ અટલ બિહારી વાજપેયીની સમાધી બનાવવામાં આવશે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક રદ્દ કરવામાં આવી છે. જાણકારી મુજબ અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કાલે કરવામાં આવશે. કાલે પાર્ટી કાર્યાલય ખાતે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.