Atiq Ahmed-Ashraf Ahmed murder : અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા કેસમાં એક નવો જ અને સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હુમલાખોરોને અતિક અહેમદ અને તના ભાઈ અશરદને મારવાનો સોપારી આપવામાં આવી હતી. અતીક અને અશરફની હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓએ અગાઉથી 10-10 લાખ રૂપિયા પણ લીધા હોવાનો પણ સનસની ખુલાસો થયો છે.



સૂત્રએ જણાવ્યું હતું ક, ત્રણ આરોપીઓમાંથી એક મોહિત ઉર્ફે સનીનો જેલમાં જ હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તેને હત્યા કરવા માટે સોપારી આપવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, હેન્ડલરે ત્રણેયને પિસ્તોલ અને કારતુસ પણ પુરા પાડ્યા હતા.

અતીક અહેમદ અને અશરફની હત્યામાં લવલેશ તિવારી (બંદા), મોહિત ઉર્ફે સની (હમીરપુર) અને અરુણ મૌર્ય (કાસગંજ) વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, ત્રણેય આરોપીઓ સામે આર્મ્સ એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રાત્રે જ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા અને ઘટનામાં વપરાયેલ હથિયારો કબજે કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય હુમલાખોરો એકબીજાને પહેલાથી ઓળખતા હતા. સની અને લવલેશ બંદા જેલમાં મળ્યા હતાં. બાદમાં તેઓ મિત્રો બન્યા હતાં જ્યારે સની અને અરુણ પહેલાથી જ મિત્રો હતા. સનીએ જ લવલેશને અરુણ સાથે પરિચય કરાવ્યો હતો. અતીક (60) અને તેના ભાઈ અશરફને શનિવારે રાત્રે હુમલાખોરોએ ત્યારે ગોળી મારી દીધી હતી જ્યારે પોલીસ તેમને મેડિકલ તપાસ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજ લઈ જઈ રહી હતી.

અતીક અને અશરફને ગોળી મારનારની કુંડળી

શૂટર નંબર 1: લવલેશ તિવારી - લવલેશ તિવારી, જેણે અતિકને પ્રથમ ગોળી મારી હતી. તે બાંદાનો રહેવાસી છે અને તેની સામે ગુંડાગીરી અને લડાઈના 406 કેસ નોંધાયેલા છે. લવલેશના પિતા વ્યવસાયે ડ્રાઈવર છે અને તેમનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. તેમણે
તે 2 વર્ષ બાંદા જેલમાં પણ કેદ રહ્યો હતો.

શૂટર નંબર 2: અરુણ મૌર્ય - અરુણ મૌર્ય કાસગંજના સોરોના કાદરબારી ગામનો રહેવાસી છે. અરુણ સામે 3થી વધુ કેસ નોંધાયેલા છે. તે 2014-15ના GRP કોન્સ્ટેબલ મર્ડર કેસમાં પણ આરોપી છે. આ કેસમાં અરુણ મૌર્ય ઉર્ફે કાલિયા જેલમાં ગયો છે.

શૂટર નંબર 3: મોહિત ઉર્ફે સની - સની હમીરપુરનો રહેવાસી છે અને શંકા છે કે તે કોઈ મોટી ગેંગ સાથે સંબંધિત છે. સની છ મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. તેણે 12 વર્ષ પહેલા ઘર છોડી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સની સુંદર ભાટી ગેંગ માટે પણ કામ કરી ચૂક્યો છે.