Atiq Ahmed Post Mortem Report : અતીક અહેમદ અને અશરફ અહેમદના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની પ્રારંભિક માહિતીમાં અતિકને કેટલી ગોળીઓ મારવામાં આવી હતી અને તેના ભાઈ અશરફને કેટળી ગોળીઓ ધરબી દેવામાં આવી હતી તેને લઈને વિગતો સામે આવી છે. તેવી જ રીતે બંને ભાઈઓને શરીરના કયા કયા ભાગે ગોળીઓ વાગી હતી તેને લઈને પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે.
પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, હુમલાખોરોએ માફિયા અતીક અહેમદ પર આઠ ગોળીઓ ચલાવી હતી. જ્યારે અશરફ અહેમદને પાંચ ગોળી વાગી હતી. એટલે કે બંનેના મૃતદેહમાં ડોક્ટરોને 13 ગોળીઓના નિશાન મળ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહને પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા છે. બંનેના મૃતદેહોને અહીં દફનાવવામાં આવશે.
સ્વરૂપ રાની હોસ્પિટલમાં ચાર ડોક્ટરોની ટીમ દ્વારા આતિક અહેમદનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ દરમિયાન ફોરેન્સિક ડોકટરો પણ હાજર હતા. પોસ્ટમોર્ટમ પહેલા બંનેના મૃતદેહનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.
અતિકને પહેલી જ ગોળી શરીરના કયા ભાગે મારવામાં આવેલી?
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે ત્રણ હુમલાખોરોએ પોલીસ કસ્ટડી દરમિયાન માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની સંખ્યાબંધ ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી. હુમલાખોરોએ ખૂબ જ નજીકથી ગોળીબાર કર્યો હતો. ગુમલાખોરોએ પહેલી ગોળી આતિકના લમણે મારી હતી. લમણે ગોળી વાગતાની સાથે જ તે જમીન પર પડી ગયો હતો. પત્રકાર તરીકે આવેલા ત્રણ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને અતીક અને અશરફ પર ધડાધડ ગોળીઓ ચલાવી બંનેની હત્યા કરી નાખી હતી. ગોળીઓ વાગતા જ બંને ભાઇઓ લોહીલુહાણ થઈ ગયા હતાં અને જમીન પર ફસડાઈ પડ્યાં હતાં.
ત્રણેય હુમલાખોરોને નૈની જેલમાં રાખવામાં આવશે
અતીક અને અશરફની હત્યા બાદ ત્રણેય હુમલાખોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે મોડી રાત્રે ત્રણેય હુમલાખોરોની પૂછપરછ કરી હતી. ત્રણ હુમલાખોરોની ઓળખ લવલેશ તિવાર, સની અને અરુણ મૌર્ય તરીકે થઈ છે. અનેક રાઉન્ડની પૂછપરછ બાદ પોલીસ હવે ત્રણેય હુમલાખોરોને પ્રયાગરાજની નૈની જેલમાં મોકલી રહી છે. તે જ સમયે, આ હત્યાકાંડની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. આ કમિશન બે મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.
અતીકને ક્યાં ક્યાં વાગી હતી ગોળી?
- એક માથામાં
- એક ગળામાં
- એક છાતીમાં
- એક કમરમાં
અશરફને ક્યાં વાગી હતી ગોળીઓ?
- એક ગળાના ભાગે
-એક પીઢના ભાગે
- એક કાંડાના ભાગે
- એક પેટમાં
- એક કમરમાં
જ્યારે અશરફના શરીરની અંદરથી ત્રણ ગોળીઓ મળી હતી અને બે આર પાર નિકળે થઈ હતી.