નવી દિલ્હી: કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં પાર્ટીના નેતા અધિર રંજન ચૌધરીનો આરોપ છે કે મંગળવારે સાંજે દિલ્હીના નિવાસસ્થાને કેટલાક બદમાશોએ હુમલો કર્યા છે. તેમની સાથે અને કર્મચારીઓ સાથે મારપીટ કરવામાં આવી છે. આ હુમલો આશરે 5.30 વાગ્યે કરવામાં આવ્યો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા લોકોએ કોંગ્રેસના નેતાના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં હાજર ગૃહ કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો. ઘટનાની વિગતો જોતા પોલીસ ટીમ અધિર રંજન ચૌધરીના ઘરે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે કહ્યું કે અમે હુમલાખોરોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તેઓ પશ્ચિમ બંગાળના બહરામપુર બેઠક પરથી લોકસભા સાંસદ છે. 2019માં અધીર રંજન ચૌધરીને સોનિયા ગાંધીએ કૉંગ્રેસના લોકસભામાં નેતા બનાવ્યા હતા. લોકસભાની અંદર અને બહાર અધિર રંજન ચૌધરીનું વલણ ખૂબ જ આક્રમક છે.