Attack on Nafe Singh Rathi: ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) ના પ્રદેશ અધ્યક્ષ અને બહાદુરગઢના પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠી  (Nafe Singh Rathee) પર રવિવારે જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં રાઠીનો એક સાથી, જે તેની સાથે વાહનમાં મુસાફરી કરી રહ્યો હતો તેનું પણ મૃત્યુ થયું હતું. આ હુમલો ત્યારે થયો જ્યારે તેનું વાહન બારાહી ગેટ પાસેથી પસાર થઈ રહ્યું હતું અને તેના વાહન પર અનેક ગોળીઓ છોડવામાં આવી હતી.




આ ઘટનામાં રાઠી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગમાં ઘાયલ અન્ય ત્રણ લોકો રાઠીના સુરક્ષાકર્મી હતા. હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હુમલાખોરો I-10 વાહનમાં આવ્યા હતા અને રાઠીના વાહન પર ગોળીઓ વરસાવી હતી. ગોળીઓનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા. ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે જેમાં કારમાં ચારેય બાજુથી ગોળીઓ ચલાવવામાં આવી છે અને કારમાં ચારેય બાજુ બુલેટના છિદ્રો જોવા મળી રહ્યા છે.


આ ઘટના અંગે ઝજ્જર એસપીએ આ માહિતી આપી હતી


રાઠી સહિત તમામ ઘાયલોને બ્રહ્મશક્તિ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર કરી રહેલા ડૉક્ટરના જણાવ્યા અનુસાર, નફે સિંહને તેની ગરદન, કમર અને જાંઘ પર ઘણી ગોળીઓ વાગી હતી. ડૉક્ટરે કહ્યું કે વધુ એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય બે ઘાયલોની હાલત ગંભીર છે. બીજી તરફ ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઝજ્જર એસપી અર્પિત જૈને પોતાના પ્રારંભિક નિવેદનમાં કહ્યું, “અમને ફાયરિંગની માહિતી મળી છે. CIA અને STF કામ કરી રહી છે. આરોપીઓની ધરપકડ કરવામાં વ્યસ્ત છે.'' તેઓ સતત બે વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સિવાય તેઓ બહાદુરગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.