અયોધ્યાઃ રામ ભક્તોને ટૂંકમાં જ ખુશીના સમાચાર મળી શેક છે. રામ મંદિર નિર્માણ ભવ્ય રીતે નવરાત્રીથી શરૂ થઈ શકે છે જેના માટે પાઇલિંગનું કામ ટ્રાયલ તરીકે લગભગ પૂર થઈ ગયું છે. લગભગ 1200 સ્તંભ એવા છે જેને પાઇલિંગ કરીને તેના ઉપર મંદિરનું સ્ટ્રક્ચરને ઉભું કરવામાં આવશે. આ કામ માટે 4 સ્તંભના પાઇલિંગનું કામ રામ જન્મભૂમિ પરિસરમાં ચાલી રહ્યું હતું જેનો રિપોર્ટ નવરાત્રી સુધી આવશે. આઈઆઈટી રૂરકીના ઇન્જિનિયર અને બનાવનાર કંપની l&tના ઇન્જિનિયર સ્તંભની તાકાતનું પરીક્ષણ કરી રહ્યા છે જેનો રિપોર્ટ નવરાત્રી પહેલા આવી જશે.

મંદિર નિર્માણનાં કાર્યમાં કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યા ન થાય તેના માટે રામ ભક્તોએ પોતાનો ખજાનો ખોલી દીધો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ અત્યાર સુધીમાં એક અબજ રૂપિયા રામલલાના ખાતામાં આવ્યા છે. સાથે જ 2 ક્વિન્ટલ ચાંદી પણ રામલલાને દાન સ્વરૂપે મળી છે. એવામાં શ્રી રામ જન્મભૂમિના મંદિર નિર્માણ માટે ટૂંકમાં જ વિદેશમાં બેસેલા રામ ભક્ત પણ દાન કરી શકશે. તેની પણ યોજના પૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે.

2 ક્વિન્ટલથી વધારે ચાંદીનું દાન મળ્યું

રામ મંદિરનું નિર્માણ કાર્ય રામ જન્મભૂમિ પર શરૂ થઈ ગયું છે. અત્યાધુનિક મશીનો દ્વારા મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ટ્રસ્ટની રચના બાદ રામભક્તોએ પોતાનો ખજાનો ખોલ્યો છે. શ્રી રાન જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેમ્પ કાર્યાલયના પ્રભારી પ્રકાશ કુમાર ગુપ્તાએ કહ્યું કે, સતત પ્રતિદિવસ રામલલાના મંદિર નિર્માણ માટે દાન આવી રહ્યું છે. અંદાજે એક અબજ રૂપિયાનું દાન અત્યાર સુધીમાં આવી ગયું છે. હાલમાં રામ ભક્તો પાસેથી ચાંદીનું દાન લેવામાં નથી આવતું કારણ કે 2 ક્વિન્ટલથી વધારે ચાંદીનું દાન પહેલા જ આવી ગયું છે. રામ ભક્ત ચાંદીના બદલાના રોકડ આપી શકે છે. તેમણે કહ્યું કે, રામ મંદિરનાં નિર્માણમાં રૂપિયાની ઘટ નહીં પડે. દાનકર્તા સતત મંદિર નિર્માણ બાદ દાન આપી રહ્યા છે.